Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી જીલ્‍લામાં શાકભાજીનાં ભાવમાં ભડકો થતાં સામાન્‍ય લોકોનું બજેટ ખોરવાયું

ઉનાળામાં શાકભાજીની આવક ઘટતા કિંમતોમાં ભારે ઉછાળો આવ્‍યો

આંબરડી, તા. 13

અમરેલી જીલ્‍લામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્‍ચે શાકભાજીનાં ભાવમાં ભડકો થતાં સામાન્‍ય લોકો સહિત ગૃહિણીઓનાં બજેટખોરવાઈ જતાં આર્થિક રીતે ભારે અસર સર્જાઈ છે.

સામાન્‍ય રીતે ર0 રૂા. થી 40 રૂા. કિ.નાં ભાવે માર્કેટમાં મળતા શાકભાજીનાં ભાવો હાલ ઉનાળામાં 100 રૂા.થી લઈ 1ર0 રૂા. સુધી ભાવો ઉંચે જતા સામાન્‍ય લોકોનાં આર્થિક બજેટ પર ભારે અસર વર્તાઈ રહી છે. ગુવાર, ભીંડા, તુરીયા જેવા શાકભાજી ઉંચા ભાવે એટલે કે દોઢા ભાવે પહોંચ્‍યા છે. જયારે ડુંગળી, બટેટા અને ટમેટાનાં ભાવમાં થોડી રાહત જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીમાં        ઉનાળામાં શાકભાજીની આવક ઘટતા કિંમતોમાં ઉછાળો જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!