Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીની ડો. જીવરાજ એન. મહેતા સરકારીપોલીટેકનિકમાં પ્રોજેકટ ફેરની ઉજવણી

ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલીટેકનિક, અમરેલીની સ્‍થાપના જૂન 1984માં કરવામાં આવી હતી. આ સંસ્‍થા ટેકનિકલ શિક્ષણ નિયામક ગાંધીનગર હેઠળ કાર્યરત છે. ડો. જીવરાજ એન. મહેતા ગવર્નમેન્‍ટ પોલીટેકનિક કોલેજ, અમરેલી ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજયુકેશન દ્વારા માન્‍યતા ધરાવતી સંસ્‍થા છે અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ સાથે જોડાયેલી છે. છેલ્‍લા પાંત્રીસ વર્ષથી અમરેલી જિલ્‍લાની એકમાત્ર સરકારી પોલીટેકનિક અવિરત પણે હજજારો વિદ્યાર્થીઓને રોજગારલક્ષી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે પોતાનું અનુપમ યોગદાન આપી રહી છે. આ સંસ્‍થાના ઈલેકિટ્રકલ એન્‍જિનિયરીંગ ડિપાર્ટમેન્‍ટના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અભ્‍યાસક્રમ અંતર્ગત તા.1ર/4ના રોજ ઉત્‍સાહભેર પ્રોજેકટ ફેરની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીસ જેટલા વિદ્યાર્થીઓના ગૃપ દ્વારા પોતાના વિવિધ ઈનોવેટીવ મોડેલો રજૂ કરેલ. જેમાં મુખ્‍યત્‍વે લાઈન ફોલોવિંગ રોબોટ, મલ્‍ટી લેવલ ઈન્‍વરટર, જી.પી.એસ. અને જી.એસ.એમ. આધારિત એકસીડેન્‍ટ આલારામ સિસ્‍ટમ, ઓટોમેટીક સ્‍ટ્રીટ લાઈટ કંટ્રોલ, સ્‍કાય બસ, ટેસ્‍લા ક્રોઈલ, વોટર લેવલ ઈન્‍ડીકેટર મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. પ્રોજેકટ કોર્ડીનેટર પ્રોફેસરવી.એમ. વાણીયા તથા પ્રોફેસર ડી.એલ. જોશીએ વિદ્યાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આ તકે સંસ્‍થાના આચાર્ય બી.પી. રાવલે પ્રાસંગિક ઉદબોધન આપી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. તથા ઈલેકિટ્રકલ એન્‍જિનિયરીંગ ડિપાર્ટમેન્‍ટના ખાતાના વડા એસ.વી. જાગાણીએ માતૃસંસ્‍થાને કાયમ માટે યાદ રાખી સમાજમાં પોતાનું ઉત્‍કૃષ્‍ટ યોગદાન આપવાની શીખ આપી હતી. તેમજ મીકેનિકલ ડિપાર્ટમેન્‍ટના ખાતાના વડા એચ.આર. સાપરામેર ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતમાં હોથી, રેણુકા, પરમાર તથા નીમાવતે વિજેતા ગૃપને ઈનામ વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. ઈલેકિટ્રકલ એન્‍જિનિયરીંગ ડિપાર્ટમેન્‍ટના તમામ ફેકલ્‍ટી તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્‍ન કરવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!