Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

સાવરકુંડલા પંથકમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી તરફી વાવાઝોડુ ફુંકાયું 

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે સાવરકુંડલા પંથકનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ યોજયો હતો. સાવરકુંડલા ખાતે રિઘ્‍ધિ-સિઘ્‍ધિ મહાદેવનાં દર્શન કરી ડો. બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરી રોડ-શો કરી ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્‍યો. બાદમાં મોટા ગાધકડા જિલ્‍લા પંચાયત બેઠક અંતર્ગત બાઢડા, વીજપડી અને વંડા ખાતે ગ્રામ્‍ય મતદારો સાથે સંવાદ કરીને ભાજપસરકારની નિષ્‍ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે મોટી સંખ્‍યામાં ખેડૂતો, શ્રમજીવીઓ, યુવાનો, મહિલાઓ, વેપારીઓએ પરેશભાઈ ધાનાણીને જંગી બહુમતીથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી. આ તકે ધીરૂભાઈ દુધવાળા, હસુભાઈ સુચક, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, અંબરીશ ડેર, હાર્દિક કાનાણી સહિતનાં કોંગી આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાાં હતા.

error: Content is protected !!