Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ સહિતનાં નગરસેવકોએ કેસરીયો ધારણ કર્યો

અમરેલી પાલિકાનાં  નગરસેવકો ભાજપમાં જોડાયા

પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચારને લઈને શહેરીજનોમાં પાલિકાનાં શાસકો વિરૂઘ્‍ધ રોષનો માહોલ છવાયો છે

અમરેલી, તા. 1ર

અમરેલી પાલિકાના પ્રમુખ, પુર્વ પ્રમુખ સહિતનાં 8 નગરસેવકોએ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.

આજે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અમરેલીની મુલાકાતે હતા અને ટાઉન હોલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વર્ષ-ર01પમાં યોજાયેલ પાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા થયા બાદ અઢી વર્ષ બાદ કોંગ્રેસપક્ષ સામે બળવો કરીને પ્રમુખ બનેલ જયંતિભાઈ રાણવા, પુર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, પ્રવિણ માંડાણી સહિતના આઠ નગરસેવકોએ ભાજપમાં વિધીવત પ્રવેશ કરી લીધો છે.

થોડા દિવસો પહેલા જ ભાજપનાં આગેવાનોએ પાલિકાના વર્તમાન બળવાખોર શાસકો વિરૂઘ્‍ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને આર.ટી.આઈ. એકીવીસ્‍ટ સુખડીયાએ પાલિકાના કથિત ભ્રષ્‍ટાચાર વિરૂઘ્‍ધ પાલીકા કમિશનરને ફરિયાદ કરી હતી.

જે અનુસંધાને પાલિકા પ્રાદેશિક કમિશનરે વર્તમાન શાસકો વિરૂઘ્‍ધ રીકવરી કેમ ન કરવી તેવી નોટીસ કાઢી છે. તો કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ બળવાખોર નગરસેવકો વિરૂઘ્‍ધ પક્ષાંતર ધારા હેઠળ અરજી કરીનેબળવાખોરોનું સભ્‍યપદ રદ કરવાની માંગ કરેલ છે.

દરમિયાનમાં બળવાખોર સદસ્‍યો વિરૂઘ્‍ધ સસ્‍પેન્‍શનની લટકતી તલવાર હોવાથી ડરના માર્યા 8 નગરસેવકોએ ભાજપમાં પ્રવેશ કરી લીધાનું સૌ કોઈ ચર્ચા કરી રહયું છે.

error: Content is protected !!