Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

સીએમ (ચીફ મિનીસ્‍ટર)નાં આગમનથી સીએમ (કોમનમેન)ને પરેશાની

સેંકડો દુકાનો બંધ કરાવવામાં આવી અને વાહનવ્‍યવહાર ઠપ્‍પકરાયો

સીએમ (ચીફ મિનીસ્‍ટર)નાં આગમનથી સીએમ (કોમનમેન)ને પરેશાની

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેરનાં ટાઉનહોલમાં પધારેલ મુખ્‍યમંત્રીની સુરક્ષાને લઈને માર્ગો, દુકાનો બંધ કરાઈ

શહેરીજનોમાં મુખ્‍યમંત્રીનાં આગમનને લઈને હરખને બદલે નારાજગીનો માહોલ જોવા મળ્‍યો

અમરેલી, તા. 1ર

અમરેલીમાં આજે સીએમ (ચીફ મીનીસ્‍ટર)નું આગમન થતાં સીએમ (કોમનમેન)ને વ્‍યાપક પરેશાની સહન કરવી પડતાં શહેરીજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી            રહૃાો છે.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમરેલીનાં ટાઉન હોલમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં સંવાદનો કાર્યક્રમ બપોરે ર કલાકે યોજાયો હતો અને તેઓની સુરક્ષા અર્થે ટાઉન હોલ ફરતે આવેલ સેંકડો દુકાનોને પોલીસે બંધ કરાવીને ટાઉનહોલ ફરતેનો માર્ગ પણ બંધ કરાવતાં ટ્રાફીકથી ધમધમતો માર્ગ બંધ થતાં શહેરીજનોને વ્‍યાપક પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

10 દિવસ પછી શહેરીજનો પાસેથી મત લેવાનાં છે તેવા જ સમયે મતદારોને નારાજ કરવામાં આવતાં શહેરીજનોમાં મુખ્‍યમંત્રીનાં આગમનથી હરખ થવાને બદલે નારાજગીનો માહોલ જોવા મળ્‍યો હતો.

error: Content is protected !!