Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટને ઈજા થતાં સારવારમાં

પ્રચાર કરતા હતા ત્‍યારે અકસ્‍માત થયો

અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટને ઈજા થતાં સારવારમાં

તેઓનાં મિત્રો, શુભેચ્‍છકોએ ખબરઅંતર પૂછયા

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ ગઈકાલે સાંજના સમયે ચૂંટણીના કારણે ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં પોતાના સમર્થકો તથા કાર્યકરો સાથે અત્રેના ઓમનગર વિસ્‍તારમાં પ્રચાર કરી રહયા હતા ત્‍યારે અકસ્‍માતે તેઓ પડી જતા પગમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.

દિનેશભાઈ પોપટને ઈજા થવાના સમાચાર કાર્યકર્તાઓ તથા તેમના મિત્ર મંડળમાં પ્રસરી જતા ડો. ચંદ્રેશ ખૂંટ સહિતના લોકો તેમની તબીયતની પૃછા કરવા દવાખાને દોડી ગયા હતા.

error: Content is protected !!