Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીનાં ટાઉનહોલમાં બાલ્‍કનીનું એસી બંધ

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યક્રમમાં અનેક આગેવાનો ગરમીથી અકળાઈ ઉઠયા

અમરેલીનાં ટાઉનહોલમાં બાલ્‍કનીનું એસી બંધ

ટાઉનહોલની જાળવણીમાં પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારી જોવા મળે છે

અમરેલી, તા. 1ર

અમરેલીનાં શહેરીજનોની દાયકાઓની માંગ બાદ લાખો રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ ટાઉન હોલમાં આજે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિ હોવા છતાં પણ બાલ્‍કનીમાં એરકકંડીશન બંધ હોય પ્રબુઘ્‍ધ નાગરિકો અકળાઈ ઉઠયા હતા.

અમરેલીમાં આજે બપોરે 3 કલાકે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં પ્રબુઘ્‍ધ નાગરિકોની મહત્‍વની બેઠક યોજાઈ હતી અને 4ર ડીગ્રી તાપમાનમાં ટાઉન હોલની બાલ્‍કનીનું એસી બંધ જોવા મળ્‍યું હતું.

અમરેલી શહેરમાં ટાઉન હોલની જાળવણીમાં પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારી જોવા મળી રહી છે. થોડા મહિનાઓ પહેલાટાઉન હોલનાં સાઉન્‍ડ સિસ્‍ટમની ચોરી થઈ ગયા બાદ પાલિકા ઘ્‍વારા સાઉન્‍ડ સિસ્‍ટમની ખરીદી કરવામાં આવી નથી.

મુખ્‍યમંત્રીનાં આગમનને લઈને ટાઉન હોલની સફાઈ કરવામાં આવી હતી નહિ તો ટાઉન હોલમાં સ્‍વચ્‍છતાનો પણ અભાવ જોવા મળી રહૃાો છે. પાલિકાનાં શાસકો ઉપરાંત રાજકીય આગેવાનોએ પણ પાલિકાની ચિંતા કરવાનું છોડી દીધું હોય સ્‍પષ્‍ટ જણાઈ રહૃાું છે.

error: Content is protected !!