Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

મહુવામાં ગેરકાયદેસર રીતે મહાકાય બિલ્‍ડીંગ બનાવી દીધાનો આક્ષેપ

સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવા માંગ થઈ

મહુવામાં ગેરકાયદેસર રીતે મહાકાય બિલ્‍ડીંગ બનાવી દીધાનો આક્ષેપ

જાગૃત્ત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવ્‍યો

મહુવા, તા. 1ર

મહુવામાં પણ હજી જમીન કૌભાંડ પત્‍યું નથી ત્‍યાં જ એક બિલ્‍ડરે પોતાની માલીકી પ્‍લોટ નં.8 જેનું ક્ષેત્રફળ 14ર-00 ચો.મી.માં મહુવા નગરપાલિકા હદની બહારનાં વિસ્‍તારમાં રે.સ.નં. 30પ/4/ર પૈકીની જમીનમાં સંપૂર્ણપણે મંજુરી વિરૂઘ્‍ધ બાંધકામ કરી ગુજરાત સરકાર ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનાં એક પણ કાયદાનું પાલન નહી કરી અને 100 ટકા બાંધકામ કરી જેને મળવા પાત્ર મંજુરીની એફ.એસ. સાઈઝ વિરૂઘ્‍ધ આઠ માળ બનાવી લીધા. જાહેર હીત માટે હાનીકારક સાબીત થાય તેમ જણાઈ છે. ભવિષ્‍યના સમયમાં આવા ગેરકાયદેસર કામો કરી લોકો સાથે મંજુરી વગરના વેચાણ કરી છેતરપીંડી આચરી લોકો આવી બહુમાળી બિલ્‍ડીંગમાં વસવાટકરવા છે, તો લોકોનાં જાન-માલની નુકશાનની જવાબદારી કોની. જીલ્‍લા કલેકટરને પણ જાણ કરે. તાલુકા વિકાસ અધિકારીને પણ ખબર હોવા છતાં તેમજ જીલ્‍લા વિકાસ અધિકારીને ધર્મેશભાઈ કાન્‍તીભાઈ હરસોરાએ લેખીત જાણ કરેલ કલેકટરનો હુકમ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ નથી આપતા. અરજદાર ધર્મેશભાઈ હરસોરાએ તાલુકા પંચાયતમાં જાણ થઈ જીલ્‍લા કલેકટરની નકલ આપેલ. તોય ઉડાવ જવાબ તંત્ર ર્ેારા તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

error: Content is protected !!