Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીમાં એક ડગલુ આગળ શૈક્ષણિક સેમીનાર યોજાઈ ગયો

અમરેલી,તા.1ર

શેર એન્‍ડ કેર અમરેલી શહેરના જુદા જુદા સ્‍લમ એરીયામાં શૈક્ષણિક પ્રવૃતિ કરે છે. જેમાંથી ધોરણ-પ થી ધોરણ-8માં અભ્‍યાસ કરતા નક્કી કરેલા (સીલેકટેડ) બાળકો માટે એડવાન્‍સ યુથ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ અમરેલીના સહયોગથી ક્રિષ્‍ના હોલ ભોજલ પરા ખાતે એક શૈક્ષણિક સેમીનાર એક ડગલુ આગળ યોજાય ગયો.

કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના અનેભારત માતાના પુજન તેમજ ફુલછોડને પાણી પીવડાવી કરવામાં આવેલ. સ્‍વાગત પ્રવચન અનિલ પટેલ દ્વારા કરવામાં આવેલ.

અમરેલીના શિક્ષણ શાસ્‍ત્રી ધર્મિષ્ઠાબેન મહેતા દ્વારા બાળકોને ગમ્‍મત સાથે જ્ઞાન આપી માર્ગદર્શન આપેલ. શેર એન્‍ડ કેરના શુભેચ્‍છકો, સહયોગીઓ અને મેમ્‍બરોનું સન્‍માન કરવામાં આવેલતેમજ નવા મેમ્‍બરોનું સ્‍વાગત કરવામાં આવેલ.

ફાઉન્‍ડર રિયાઝ વેરસીયા દ્વારા શેર એન્‍ડ કેરનું વિઝન, મિશન અને કાર્ય અને પ્રવૃતિ વિશે માહિતી આપેલ. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશ શુકલે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા મેમ્‍બરો સર્વે ધર્મેન્‍દ્ર જોષી, મનસુર           ગઢીયા, દિલીપ રંગપરા, સંજય પંડયા, જગદિશ બાબરીયા, જયંત રૂપારેલ, રાહુલ ખંખાળ, લાલજી ધુંધળવા, રૂષભ પવાર તેમજ તમામ મેમ્‍બરોના સહીયારા પ્રયાસથી પ્રોગ્રામ સફળ થયેલ.

error: Content is protected !!