Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

મુખ્‍યમંત્રી રૂપાણી દ્વારા સંઘાણી પરિવારને સાંત્‍વના પાઠવાઈ

માતા એ પરિવારની મોટી સંસ્‍કાર પાઠશાળા છે તેમની વિદાય એ પરિવાર માટે વસમી હોય છે, માની મમતા કેમ ભૂલી શકાય તેમ આજે સંઘાણી પરિવારની માતૃશકિત એવા દિલીપ સંઘાણીના માતા સ્‍વ. શાતાબાને પુષ્‍પાંજલિ અર્પતા ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવમય શબ્‍દોમાં જણાવ્‍યું હતું. ચૂંટણી પ્રચારની વ્‍યસ્‍તતા વચ્‍ચે દિલીપ સંઘાણીના નિવાસસ્‍થાને પધારેલા મુખ્‍યમંત્રીએ જણાવેલ કે શાંતાબા એ માત્ર સંઘાણી પરિવારના ઉછેરનું જ નહિ પરંતુ ભાજપના ઉછેરમાં અન્‍નદાત્રીની મહત્‍વપૂર્ણ ભૂમિકા અને યોગદાન પણ સમાયેલું છે જે ભુલી શકાય તેમ નથી. સંઘાણીના નિવાસ સ્‍થાને મુખ્‍યમંત્રી સાથે પ્રદેશ ભાજપ અને  જિલ્‍લા ભાજપનાં આગેવાનો પણઉપસ્‍થિત રહૃાા હતા. બાદમાં મુખ્‍યમંત્રીએ જિલ્‍લા બેંકની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી તેમ યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!