Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

આંબરડી ખાતે અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિ મંદિરના રરમાં પાટ્ટોત્‍સવની શાનદાર ઉજવણી

સાવરકુંડલા, તા.1ર

સાવરકુંડલાના આંબરડી (જોગી) ખાતે આવેલ અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ મંદિરના રર માં પાટોત્‍સવની ઉજવણીના અવસરે મહુવા, રાજુલા સંતો જનમંગલ સ્‍વામી તથા ભકિતસ્‍વામી, વિનમ્ર મુની સ્‍વામી, સરળ મુની સ્‍વામી, સનાતન સ્‍વામી તથા દેવ સેવા સ્‍વામીના સાંનિઘ્‍યમાં જનમંગલ સ્‍વામી દ્વારા વર્તમાન સમય અને જીવન ઉપર સતત દોઢ કલાક પ્રવચન આપેલ.

આંબરડી ખાતે આવેલ જાગા સ્‍વામી જન્‍મ સ્‍થળે યોજાયેલ ધાર્મિક પ્રવચન દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી અસંખ્‍ય હરિભકતો, ભાઈઓ, મહિલાઓ, બાળકો, ગ્રામજનો, સરપંચ બાબુભાઈ માલાણી, ભીખુભાઈ બાટાવાળા, ગીરધરભાઈ પાંચાણી ઉપસ્‍થિત રહેલ.

આ તકે પધારેલા સર્વ સંતોનું ફુલહારથી સન્‍માન અને સ્‍વાગત કરવામાં આવેલ. સત્‍સંગ સભા બાદ પાટોત્‍સવ અવસરે હરિભકતો, ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબુભાઈ માલાણી અને ગીરધરભાઈએ કરેલ. અને કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ વાળાએ કરેલ.

error: Content is protected !!