Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

રાજુલા-જાફરાબાદ પંથકમાં કોંગ્રેસનાં યુવા ઉમેદવાર પરેશ ધાનાણીને મતદારોનું પ્રચંડસમર્થન

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનો વિજય રથ ઝડપથી આગળ ચાલી રહયો છે. જિલ્‍લાના તમામ વિસ્‍તારોમાં તેઓનું ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવી રહયું છે. આજે તેઓએ રાજુલાના કોટડી, ડુંગર, દાતરડી, ભેરાઈ, ડેડાણ અને જાફરાબાદના ટીંબી ખાતે જાહેરસભા સંબોધી હતી. અને લોકસંપર્ક કરતા દરિયાકાંઠાના મતદારોએ તેઓને જંગી મતોથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી. આ તકે ધારાસભ્‍ય અંબરીશ ડેર, ટીકુભાઈ વરૂ, બાબુભાઈ રામ સહિતના અનેક કોંગીજનોએ ભાજપ સરકારની નિષ્‍ફળતા અંગે શાબ્‍દિક પ્રહારો કર્યા હતા. ભાજપના ગઢ સમાન આ વિસ્‍તારમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને વ્‍યાપક નુકસાન થયું હતું. અને આગામી ચૂંટણીમાં પણ ભાજપ માટે મુશ્‍કેલીના એંધાણ જોવા મળી રહયા છે.

error: Content is protected !!