Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

બાબરામાં વડલીવાળી મેલડી માતાજીના મંદિરે આયોજિત શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્‍તાહમાં રૂક્ષ્મણી વિવાહની ઉજવણી

બાબરામાં નિલવડા રોડ પર બિરાજતા શ્રી વડલીવાળી મેલડી માતાજીના સાનિઘ્‍યમાં માતાજીના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવા ઘ્‍વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અહીં પંચામૃત કાર્યક્રમમાં આયોજીત શ્રીમદ ભાગવત કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્‍ય અને દિવ્‍ય ઉજવણી કરવામાં આવે છે અને મોટી સંખ્‍યામાં ભાવિકોવિવિધ પ્રસંગનો લાભ મેળવી ધન્‍યતા અનુભવે છે. અહીં ભજન, ભોજન અને ભકિતનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. શ્રીમદ ભાગવત સપ્‍તાહમાં રૂક્ષ્મણી વિવાહના પ્રસંગની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અહીં બાબરા અને અમરાપરા ગામના ભરવાડ સમાજ ઘ્‍વારા ભગવાન શ્રીકૃષ્‍ણની વાજતે ગાજતે જાન જોડવામાં આવી હતી. શહેરના કડાપા વિસ્‍તારમાંથી ઠાકોરજીની જાન વાજતે ગાજતે નીકળી હતી. જેમાં પરંપરાગત પોશાકમાં ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. પાંચ કિલોમીટરનું અંતર કાપી પગપાળા ભગવાનની જાન મેલડી માતાજીના મંદિરે આયોજીત રૂક્ષ્મણી વિવાહમાં પહોંચી હતી. અહીં માતાજીના ઉપાસક રાજુભાઈ જેઠવા ઘ્‍વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ભગવાન શ્રીકૃષ્‍ણની જાનમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જિલ્‍લા શિક્ષણ સમિતિનાં ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ, જસમતભાઈ ચોવટીયા તેમજ ભરવાડ સમાજના ખોડાભાઈ રાતડીયા, લીંબાભાઈ સુવાન, વહતાભાઈ સહિતના ભરવાડ સમાજના આગેવાનો જોડાયા હતા. અહીં માતાજીના સાનિઘ્‍યમાં ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના પ્રસંગની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!