Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

આગામી સોમવારે રાહુલ ગાંધીની જાહેરસભા

રાજુલા-જેસર હાઈ-વે પર આવેલ આસરાણા ચોકડીએ

આગામી સોમવારે રાહુલ ગાંધીની જાહેરસભા

અમરેલી, જુનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકને લઈને રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે

બપોરનાં ર નાં ટકોરે યોજાનારી જાહેરસભામાં પરેશ ધાનાણી, પૂંજાભાઈ વંશ અને મનહર પટેલ ઉપસ્‍થિત રહેશે

અમરેલી, તા. 11

અમરેલી, જુનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર અનુક્રમે પરેશ ધાનાણી, પૂંજાભાઈ વંશ અને મનહર પટેલને વિજેતા બનાવવા માટે અખિલ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં અઘ્‍યક્ષ રાહુલ ગાંધી આગામી સોમવારે બપરોનાં ર કલાકે રાજુલા-જેસર હાઈ-વે પરઆવેલ આસરાણા ચોકડી ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે.

જાહેરસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિઘ્‍ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહીલ, જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસા, પ્રવિણભાઈ રાઠોડ સહિતનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે.

જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર થવાની હોય પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયા, ધારાસભ્‍ય અંબરીશ ડેર, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, ધારાસભ્‍ય ભગાભાઈ બારડ સહિતનાં કોંગીજનો ઘ્‍વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!