Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

ચાવંડ ચેકપોસ્‍ટ ઉપર ઈંગ્‍લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

અમરેલી, તા.11

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ તથા પ્રોહી-જુગારના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે તા.10ના રોજ લાઠી પોલીસ સ્‍ટેશનના લાઠી પોલીસ ટીમ લાઠીના ચાવંડ ચેકપોસ્‍ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ હોય કે મુંબઈ બાજુથી એકતા નામની ટ્રાવેલ્‍સ બસ આવે છે અને તેમાં અમુક ડ્રાઈવર તથા પેસેન્‍જર ઈંગ્‍લીશ દારૂની હેરાફેરીકરે છે. જે બાતમી આધારે ચાવંડ ચેકપોસ્‍ટ ખાતે પોલીસ વોચમાં હતા તે દરમિયાન એકતા નામની ટ્રાવેલ્‍સ બસ જેના રજી. નંબર જીજે. 14 વી. 9966ની આવતા બાતમી આધારે ચેક કરતા ટ્રાવેલ્‍સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-48 કિંમત રૂા. 4800 તથા સ્‍મુથ ઈન્‍ડિયન વ્‍હીસ્‍કીના ટીન નંગ-6 કિંમત રૂા.300 તથા ત્રણ સાદી પ્‍લાસ્‍ટિકની ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ-3 કિંમત રૂા. 300 મળી કુલ ંિકંમત રૂા. 9,000 તથા ટ્રાવેલ્‍સ બસની કિંમત રૂા. 1પ,00,000 મળી કુલ કિંમત રૂા. 1પ,09,000ના મુદામાલ સાથે અજયભાઈ ભનુભાઈ પરમાર તથા મનસુખભાઈ કાળુભાઈ વાઘેલા નામના બે ઈસમોને ઈંગ્‍લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે.

આમ, લાઠી પોલીસ સ્‍ટેશનના પો. સબ ઈન્‍સ. ડી.સી. સાકરીયા તથા પો. સબ ઈન્‍સ. પી.એન. મોરી તથા લાઠી પોલીસ ટીમને ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં        સફળતા મળેલ છે.

error: Content is protected !!