Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીમાં આગામી ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનું આગમન

સવારનાં સમયે જાહેરસભાને સંબોધન કરશે

અમરેલી, તા. 11

અમરેલી લોકસભાનાં ભાજપનાં ઉમેદવારનો પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી ગુરૂવારે અમરેલી ખાતે જાહેરસભાને સંબોધન કરવા માટે આવી રહૃાા હોવાનું જાણવા મળેલ છે.

પ્રધાનમંત્રી ગત્‌ લોકસભાનીચૂંટણીમાં પણ પ્રચારાર્થે અમરેલીમાં જાહેરસભાને સંબોધવા આવ્‍યા હતા અને ભાજપનાં ઉમેદવારનો વિજય થયો હતો.

એકતરફ અમરેલી શહેર નર્કાગારની સ્‍થિતિમાં છે. બીજી તરફ મુખ્‍યમંત્રી બાદ હવે પ્રધાનમંત્રી પણ પધારી રહૃાા હોય પાલિકા તંત્રને હજુ પણ શહેરની હાલત સુધારવામાં કોઈ ઉતાવળ જોવા મળતી નથી. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ શહેરનાં રાજમાર્ગો પર ચક્કર મારીને શહેરીજનોનાં દિલ જીતવાનો મોકો ચૂકવો ન જોઈએ તેવું સૌ માની રહૃાું છે.

error: Content is protected !!