Amreli Express

Daily News Papers

સમાચાર

નારાજગી : વડીયાનાં બરવાળા બાવીશીનાં મતદારોએ મતદાનના બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારી

આરોગ્‍ય, એસ.ટી. મોબાઈલ નેટવર્ક જેવી કોઈ સુવિદ્યા જ નથી

નારાજગી : વડીયાનાં બરવાળા બાવીશીનાં મતદારોએ મતદાનના બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારી

આરોગ્‍ય, એસ.ટી. મોબાઈલ નેટવર્ક જેવી કોઈ સુવિદ્યા જ નથી

વડિયા, તા.10

વડીયા તાલુકાનું બરવાળા બાવીસી ગામ 3પ00 ની વસ્‍તી ધરાવતું ગામ જયાં રોડ રસ્‍તા મોબાઈલ નેટવર્ક એસ.ટી.અને આરોગ્‍યને લઈને મતદાતાઓનો ઉઠયો છે રોષ આ તમામ સુવિદ્યાઓને લઈને અનેક રજુઆતો કરવા છતાં બેઘ્‍યાન તંત્રી કોઈ ઘ્‍યાન જ ન દેતા અંગે રોષે ભરાય ગ્રામજનો દ્વારા ચુંટણી બહિષ્‍કારની ઉચ્‍ચારી ચિમકી.. જયાં સુધી ગ્રામજનોને સુવિદ્યા નહી મળે ત્‍યાં સુધી કોઈપણ નેતાઓએ મત માંગવા આવું નહી મત લઈ પાંચ-પાંચ વર્ષ સુધી નેતાઓ અહી દેખાતા નથી. નોટિસ બોર્ડ લગાવી હાથમાં બેનરોલઈ સૂત્રોચ્‍ચાર કરી ચૂંટણી બહિષ્‍કારની ઉચ્‍ચારી ચિમકી… આરોગ્‍ય માટે દવાખાનું નથી પ્રસૂતિ માટે સરકારે 108 ઈમરજન્‍સી સેવા આપેલ છે. પરંતુ અહી મોબાઈલ નેટવર્કના અભાવે 108 પણ બોલાવી શકાતી નથી. કે રોડ-રસ્‍તાના બેસુમાર હાલતથી પ્રાઈવેટ વાહન લઈ દવાખાને ટાઈમસર પહોંચી શકાતું નથી. અહી સ્‍કૂલ છે. સ્‍કૂલની બાજુમાં ગંદકીના ગંજ અને ઈલેકિટ્રક ટ્રાન્‍સફોર્મર જે બાળકોના ભાવિ ભવિષ્‍ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અને રજુઆતો કરવા છતાં બેઘ્‍યાન તંત્ર ગ્રામજનોની રજુઆત ઘ્‍યાને ન લેતા… આ તમામ પ્રશ્‍નોના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્‍કારની ઉચ્‍ચારી છે. ચીમકી તેમજ નોટિસ બોર્ડ લગાવ્‍યા

error: Content is protected !!