Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

સાવરકુંડલામાં પક્ષીઓ માટે પીવાના પાણીનાં કુંડાઓનું વિતરણ

અમરેલી, તા.11

સાવરકુંડલામાં શ્રાઈક નેચર ચેરિ. ટ્રસ્‍ટ દ્વારા પક્ષીઓને વિના મૂલ્‍યે પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

ટ્રસ્‍ટના સભ્‍યો દિપક બગડા, જિતેન હેલૈયા, રાકેશ ઠુંમર, રોહિત વિંઝુડા, કમલેશ ભેડા, જિતુ વિંઝુડા, ધીરજ વરમોરા, ચેતન ગોહિલ, કિરણ હેલૈયા, લલિત મારૂ, અશ્‍વિન દેવગણીયા, વિજય વિંઝુડા દ્વારા દર વર્ષે કુંડાનું વિતરણ કરવામાં આવે છે.

આ વર્ષે નાના ભૂલકાઓના હાથે કુંડાનું વિતરણ કરાવીને તેમના મનમાં પ્રકૃતિ પ્રત્‍યેનો પ્રેમ ઉજાગર કરવામાં આવ્‍યો. કુંડા મેળવવા માટે અંકુર ઓટો પાર્ટસ, મહુવા રોડ, સાવરકુંડલાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!