Amreli Express

Daily News Papers

સમાચાર

રાજયનાં મુખ્‍ય નિર્વાચીન અધિકારી સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઈ

અમરેલી, તા.11

આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી અન્‍વયે મુખ્‍ય નિર્વાચીન અધિકારીના અઘ્‍યક્ષસ્‍થાને આજે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. જેમાં રાજય ચૂંટણી આયોગના અધિકારીઓએ ચૂંટણીલક્ષી મુદાઓની વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ પ્રસંગે જિલ્‍લા ચૂંટણી અધિકારી આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી. આલ, પ્રાંતઅધિકારી ડી.એન. સતાણી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ડોબરીયા, ડેપ્‍યુટી ડીડીઓ રોર, જિલ્‍લા તિજોરી અધિકારી આર.વી. સુવા, જિલ્‍લા આયોજન અધિકારી ટોપરાણી, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, ચૂંટણી મામલતદાર આરઝુ ગજજર અને જિલ્‍લા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!