Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આધેડની હત્‍યા કરવામાં આવી હતી : ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી ઝડપી લીધો હતો.

મોડી રાત્રીએ મળી આવેલ મૃતદેહનું રહસ્‍ય ખુલ્‍યું

અમરેલીમાં સ્‍મશાનમાં બેસવા બાબતે આધેડની હત્‍યા કરવામાં આવી હતી

ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો.

અમરેલી, તા. 10

અમરેલીનાં બહારપરામાં રહેતા એક આધેડને રાવળ સમાજનાં સ્‍મશાનમાં નહી આવવા બાબતે અગાઉ આરોપીએ કહેલ અને તે બાબતે ઝગડો પણ થયેલ. તેમ છતાં આ આધેડ રાવળ સમાજનાં સ્‍મશાનમાં જતાં હોય જેથી અમરેલીનાં જેશીંગપરામાં રહેતા એક શખ્‍સે ગઈકાલે બપોરથી સાંજ સુધીનાં સમયગાળા દરમિયાન આ આધેડને ધારદાર હથિયાર વડે માર મારી મોત નિપજાવી દેતા આ અંગે પોલીસે આજે હત્‍યાનો ગુન્‍હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્‍યારે આરોપીને પોલીસ શોધી રહી છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતીવિગત મુજબ અમરેલીનાં બહારપરા વિસ્‍તારમાં રહેતા ભાવેશભાઈ મગનભાઈ દેગામાનાં ભાઈ રમેશભાઈ અવારનવાર અમરેલીમાં આવેલ રાવળ સમાજનાં સ્‍મશાનમાં બેસવા માટે જતાં હોય. જેથી જેશીંગપરામાં રહેતા શ્‍યામજી પુંજાભાઈ રાઠોડ નામનાં ઈસમે આ રમેશભાઈને સ્‍મશાનમાં બેસવા નહી આવવા બાબતે અગાઉ ધમકી આપેલ હતી.

ત્‍યારે ગઈકાલે બપોરે મરણ જનાર રમેશભાઈ રાવળ સમાજનાં સ્‍મશાનમાં ગયેલા અને સાંજના સમયે તેજ સ્‍મશાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મરણ જનાર રમેશભાઈને આરોપી શ્‍યામજી પુંજાભાઈ રાઠોડે કોઈ ધારદાર હથિયાર વડે મોઢાના ભાગે તથા           ગળાનાં ભાગે જીવલેણ હુમલો કરી હત્‍યા કરી નાખતા આ બનાવ અંગે સીટી પોલીસે 30ર, પ04, પ06(ર), 13પ મુજબનો ગુન્‍હો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

હત્‍યા કરી નાશી ગયેલા શ્‍યામજી પુંજાભાઈ રાઠોડને પોલીસે પગેરૂ દબાવી ગણતરીની કલાકોમાં પોલીસ કર્મી રસુલભાઈ તથા યુવરાજસિંહને મળેલ બાતમીનાં આધારે પોલીસે આરોપી ઝડપી લીધો હતો.

error: Content is protected !!