Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

બાબરામાં આગામી શનિવારે મેલડી માતાજીનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે

શ્રીમદ્‌ ભાવગત્‌ સપ્‍તાહ, સમુહલગ્ન, પ્રાણ-પ્રતિષ્ઠા, માતાજીનો નવરંગો માંડવો યોજાશે

બાબરામાં આગામી શનિવારે મેલડી માતાજીનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે

માતા-પિતા વિહોણી ર7 જેટલી દીકરીઓ પણ સમુહલગ્ન થકી પ્રભુતામાં પગલા પાડશે

બાબરા, તા. ર

બાબરા પંથકમાં આસ્‍થાનાં પ્રતિકસમા મેલડી માતાજીનાં મંદિરે આગામી 6 એપ્રિલના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્‍તાહ, માતાજીનો માંડવો, પ્રાણ પ્રતિષ્ઠા, ભોજનાલયનું લોકાર્પણ, સમૂહલગ્ન સહિતના વિવિધ કાર્યક્રમો અહીં મેલડી માતાજીના સાનિઘ્‍યમાં યોજાશે. અહીં માતાજીના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવાના માર્ગદર્શન હેઠળ વિક્રમભાઈ વાળા, વિપુલભાઈ, જગદીશભાઈ સહિતના સેવક સમુદાય તડામાર તૈયારીઓ કરી રહેલ છે.

બાબરા તાલુકાના નિલવડા રોડ પર આવેલ વડલીવાળી મેલડીમાતાજીનું મંદિર બાબરા શહેર સહિત સમગ્ર પંથકમાં એક આસ્‍થાનું પ્રતિક છે. અહીં દરરોજ હજારોની સંખ્‍યામાં લોકો માડીનાં દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. ત્‍યારે અહીં દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાય છે અનેભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે.

આગામી 6 એપ્રિલનાં રોજ આયોજિત ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત્‌માં વ્‍યાસપીઠે શ્‍યામભાઈ ઠાકર બિરાજી કથાનું રસપાન કરાવશે તેમજ અહીં ભવ્‍ય સમૂહલગ્ન યોજાશે. જેમાં માતા-પિતા વિહોણી ર7 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. તમામ દીકરીઓનું કન્‍યાદાન માતાજીના સેવક રાજુભાઈ જેઠવા ઘ્‍વારા કરવામાં આવશે તેમજ અહીં ભવ્‍ય ભોજન    શાળા અને ગૌશાળા બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ પરબધામના મહંતશ્રી કરશનદાનબાપુ ઘ્‍વારા કરવામાં આવશે તેમજ શીતળા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠ મહોત્‍સવ યોજાશે.

આમ બાબરામાં મેલડી માતાજીના મંદિરે આગામી 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આયોજિત વિવિધ કાર્યક્રમોની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી જનતા કાર્યક્રમમાં અને મહાપ્રસાદનો લાભ લેવા મુખ્‍ય સેવક રાજુભાઈ જેઠવા ઘ્‍વારા જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

error: Content is protected !!