Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

બગસરા પાલિકા સંચાલિત સ્‍મશાન ગૃહમાં વ્‍યવસ્‍થાનો અભાવ : સફાઈ અને લાકડા નથી

લાકડા હજારથી પંદરસો મણ છે, પરંતુ લાકડા ફાડનાર મજૂર નથી

બગસરા, તા. ર

બગસરા શહેરનાં બંગલી ચોક વિસ્‍તારમાં આવેલ મુખ્‍ય સ્‍મશાનગૃહની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. નંબર-વનની હોડ તેમજ ચૂંટણીનાં માહોલ વચ્‍ચે સામાન્‍ય કહેવાતી લોકસુવિધાથી લોકો વંચિત બની રહૃાા છે. તાજેતરમાં છેલ્‍લા પંદર દિવસ ઉપરાંતથી અગ્નિદાહ માટે લોકોએ લાકડા લેવા ભટકવું પડે છે. જયારે આ બાબતે મુખ્‍ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ જણાવે છે કે માર્ચ એડીંગનાં કારણે અમૂક વહીવટોમાં તકલીફ ઉભી થઈ છે. અને મજૂર પણ મળતા નથી. હજારથી પંદરસો મણ આખુ લાકડુ હાલમાં છે. પણ મજૂર મળતા નથી બીજી તરફ મજૂર કહે છે, અમને સમયસર મજૂરી મળતી ન હોય નગરપાલિકાનાં આ બોગસ વહીવટથી અમે કંટાળી ગયા છીએ.

આમ વહીવટી બોદા વહેવારનાં કારણે હિન્‍દુ સમાજમાંઅતિ મહત્‍વનું સ્‍થાન ધરાવતી અગ્નિસંસ્‍કાર વિધિમાં અડચણો ઉભી થવા લાગી છે. ત્‍યારે આ બાબતે દિન-રમાં લાકડાની પૂરક વ્‍યવસ્‍થા ઉભી કરવા તેમજ લોકોને પડતી મુશ્‍કેલીનો કાયમી ઉકેલ લાવવા બગસરા નગરપાલિકા પ્રમુખ-ચિફ ઓફીસરને નગરપાલિકા સદસ્‍યા રેખાબેન પરમાર તરફથી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

error: Content is protected !!