Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

ભાજપનાં ઉમેદવાર આજે કોંગી ઉમેદવાર કાલે ઉમેદવારી રજૂ કરશે

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મુરતીયાઓ આવ્‍યા મેદાનમાં

ભાજપનાં ઉમેદવાર આજે કોંગી ઉમેદવાર કાલે ઉમેદવારી રજૂ કરશે

કોંગી ઉમેદવાર આવતીકાલે જિલ્‍લાભરનાં હજારો કાર્યર્તાઓનાં આશિર્વાદ બાદ ઉમેદવારી કરશે

આગામી શુક્રવારે ઉમેદવારીપત્રકની ચકાસણી થયા બાદ ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર યુઘ્‍ધ શરૂ થશે

અમરેલી, તા. 1                   (ફોટા ઈમેલમાં છે.)

અમરેલી લોકસભા ચૂંટણીનું મતદાન આગામી ર3 એપ્રિલે થવાનું હોય ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપનાં ઉમેદવાર આજે ઉમેદવારીપત્રક રજુ કરશે. તો કોંગી ઉમેદવાર બુધવારે ઉમેદવારીપત્રક રજુ કરશે.

આજે ભાજપનાં કદાવર નેતાઓ અને ભાજપી કાર્યકર્તાઓનાં આશિર્વાદથી ભાજપનાં ઉમેદવાર રણટંકાર કરશે અને બુધવારે ગજેરાપરા ખાતે સમગ્ર સંસદીય મત વિસ્‍તારમાંથી હજારો કાર્યકરો ઉપસ્‍થિત રહેશે અને કોંગી ઉમેદવારને આશિર્વાદ પાઠવશે.

અમરેલી લોકસભા બેઠકમાં કુલ 7 માંથી પ ધારાસભ્‍યો કોંગ્રેસપક્ષનાં છે. જિલ્‍લા પંચાયત ઉપરાંત અનેક તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં પણ કોંગી શાસન હોય અને જિલ્‍લામાં વિકાસ કાર્યોને લઈને ભાજપ સરકાર સામે નારાજગીનો માહોલ જોવા મળતો હોય કોંગ્રેસ પક્ષ માટે આ બેઠક અતિ મહત્‍વની છે. પરંતુ ખરૂ ચિત્ર કોંગી ઉમેદવાર જાહેર થયા બાદસ્‍પષ્‍ટ થઈ જશે.

error: Content is protected !!