Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

લાઠીનાં સરોવરમાં મહી પરિએજ યોજનાનું પાણી ઠાલવવા માંગ

સરોવર ભરવામાં આવે તો અનેક ગામોને ફાયદો

લીલીયા, તા. 1

ગત ચોમાસામાં નહીવત પડેલ વરસાદનાં કારણે ઉનાળાનાં પ્રારંભ સાથે લાઠી તાલુકાની પ્રજાની પાણી સમસ્‍યા વિકટ બનવા પામ છે, તેવા સમયે લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદી પર એક હજાર વિઘા કરતા વધારે જમીનમાં સરોવરો બનાવ્‍યા છે.

ગાગડીયો નદીનો સૌની યોજનામાં સમાવેશ પણ કરવામાં આવેલ હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહૃાું છે. તેવા સમયે ગાગડીયો નદીનો પટ્ટ તળીયા જાટક છે. તેમાં સૌની યોજના માંથીમહીપરી યોજનાનું પાણી ઠાલવવામાં આવે તો સમગ્ર પંથકનીપાણી સમસ્‍યા હળવી બને તેમ ભાજપ શહેર પ્રમુખ ધર્મેશભાઈ સોનીએ માંગણી કરી છે.

error: Content is protected !!