Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

કોંગ્રેસનાં અનેક ધારાસભ્‍યો કહે છે કે આપણું ફાઈનલ

અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવારને લઈને અનેક અફવાઓ

કોંગ્રેસનાં અનેક ધારાસભ્‍યો કહે છે કે આપણું ફાઈનલ

શરૂઆતમાં સુરેશ કોટડીયા, બાદમાં જેવી કાકડીયા, અને હવે પ્રતાપ દુધાત ઉત્‍સાહિત બની ગયા

ભાજપની વિરાટ શકિત સામે કોંગ્રેસ પક્ષમાં દે ધનાધન થતી હોવાનું પ્રકાશમાં આવ્‍યું

અમરેલી, તા.30

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીને માત્ર ર4 દિવસ બાકી રહયા છે. ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ ઉમેદવારના નામની પસંદગીમાં અવળે માર્ગે ચડી જતા સંસદીય વિસ્‍તારના કોંગીજનોમાં કચવાટનો માહોલ જોવા મળી       રહયો છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 1પ દિવસથી કોઈને કોઈ ધારાસભ્‍ય અને કોંગી આગેવાનઆપણું ફાઈનલ થઈ ગયું છે તેવું તેમના સમર્થકોને કહી રહયા છે.

શરૂઆતમાં સુરેશ કોટડીયા, બાદમાં જેવી કાકડીયા અને હવે પ્રતાપ દુધાત મેદાનમાં આવી ગયા છે. અગાઉ જેનીબેન ઠુંમરનું નામ ચર્ચાતું હતું જોકે સંસદીય મત વિસ્‍તારના કોંગીજનો અને મતદારો પણ પરેશ ધાનાણી શ્રેષ્ઠ ઉમેદવાર માની રહી છે. અન્‍યથા જેનીબેન ઠુંમરની પસંદગી થાય તેવું ઈચ્‍છી રહી છે. પરંતુ, હાલ તો પ્રતાપ દુધાતનું નામ ચર્ચાઈ રહયું છે.

કોંગ્રેસની અનિર્ણાયક સ્‍થિતિથી ભાજપને જબ્‍બરો ફાયદો થઈ રહયો છે તે હકીકત છે.

error: Content is protected !!