Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બગસરામાં શાકમાર્કેટમાં લારી હટાવવાનું કહેતા તલવાર, પાઈપ વડે મારા મારી

બનાવ અંગે સામસામે મારામારીની નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા.30

બગસરા ગામે રહેતા અજયભાઈ દુર્લભભાઈ પરમારની શાકભાજીની લારી શાકમાર્કેટમાં હોય જે લારી હટાવી લેવાનું મનિષભાઈ રમણીકભાઈ રંગાડીયાએ કહેતા અનેમાથાકુટ કરવા લાગતા ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી તલવાર વડે હાથના ભાગે ઈજા કરી હતી. જયારે કિશનભાઈ વાસુદેવભાઈ નકુમ તથા કાંતીભાઈ લાખાભાઈ રંગાડીયાએ લાકડી તથા પાઈપ વડે અજયભાઈને તથા તેમના ભાઈને ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે આ જ બનાવના કારણે અજયભાઈ દુર્લભભાઈ પરમાર તથા અશોકભાઈ દુર્લભભાઈ પરમારે પણ સામે ઉશ્‍કેરાઈ જઈ મનિષભાઈ રંગાડીયાને લોખંડના પાઈપ વડે માર મારી માથાના ભાગે ગંભીર ઈજા કરી 7-8 ટાંકા આવે તેવી ગંભીર ઈજા કર્યાની સામી ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!