Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલા શહેરમાં વ્‍યાજખોરોનો ધંધો પુરબહારમાં ખિલ્‍યો

ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોનાં મોભીઓ ચુંગાલમાં ફસાયા

સાવરકુંડલા શહેરમાં વ્‍યાજખોરોનો ધંધો પુરબહારમાં ખિલ્‍યો

ગરીબ અને મઘ્‍યમવર્ગનો આમ આદમી તેમનાં રછેડા ભેગા કરવા માટે ખાનગી વ્‍યાજખોરોનું શરણ લે છે

સાવરકુંડલા, તા. 30

સાવરકુંડલા જેવા વેપારથી ધમધમતા શહેરમાં નબળા વર્ષ અને વરસાદની ખોટનાં કારણે માર્કેટમાં ચારે તરફ મંદી અને બેરોજગારી, બેકારીનું મોજુ ફરી વળ્‍યું છે. તેવા સમયે નાના-નાના વેપારીઓથી માંડીને મોટી પેઢીઓને પણ માર્ચ એન્‍ડીંગ અને પોતાના નાણાકીય વહિવટ સાચવવા માટે બિનઅધિકૃત નાણા ધિરનાર પાસેથી પ થી 10%નાં દરથી નાણા લેવાની ફરજ પડે છે. ત્‍યારે હાલ સાવકુંડલામાં નાણા ધિરનારનાં લાયસન્‍સ ધરાવતા ધંધાર્થી અમુક ટકા જ બચ્‍યા છે ત્‍યારે મોટી-મોટી ઓફીસો ખોલી મઘ્‍યમ અને ગરીબ વર્ગનાં લોકોને મનફાવે તેવા વ્‍યાજદરથી નાણા ધિરવામાં આવે છે અને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. તેવા સમયે ઘણી વખત નાણા લેનાર સંસ્‍થા, પેઢી કે વ્‍યકિતને નાદારી જાહેર કરવાની પરિસ્‍થિતિ ઉભી થાય છે. હાલ સરકારની ઘણી યોજનાઓ કાર્યરત હોઈ જેનું લોકોને પુરતુ જ્ઞાન ન હોઈ આવા ફાઈનાન્‍સરો પાસેથી ઊંચા વ્‍યાજદરે પૈસા લઈ દેણામાં ઉતરે છે. ત્‍યારે ઉપરોકત બાબતે લાગતા અધિકારીઓને આવી નાણા ધિરનાર લાયસન્‍સ વગરની કંપની કે પેઢી પર લગામ લગાવવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. જેથી કરીને લોકોને અસામાજીક પ્રવૃત્તિ તરફ વળતા અટકાવી શકાય અને સરકારનાં નકકી કરેલ અધિકૃતલાઈસન્‍સ ધરાવતાં વ્‍યકિત કે પેઢી પાસેથી નજીવા દરે નાણા પ્રાપ્‍ત થાય અને નબળા વર્ષ સામે લડી શકાય તે જરૂરી છે.

error: Content is protected !!