Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ખાંભાનાં ડેડાણ ગામે અનેક સમસ્‍યાઓએ ઉપાડો લીધો

પાણીની તંગી, લેન્‍ડલાઈન ફોન બંધ, રોગચાળાનો માહોલ જોવા મળે છે

ખાંભાનાં ડેડાણ ગામે અનેક સમસ્‍યાઓએ ઉપાડો લીધો

પાણી માટે પણ ગરીબ ગામજનોને રૂપિયા ચૂકવવા પડતા હોય તંત્રને કોઈ ચિંતા નથી

લોકસભાની ચૂંટણી વેળા જ ગામજનોમાં ઉભો થયેલ રોષ સત્તાધારી પક્ષ માટે મુશ્‍કેલી ઉભી કરશે

ખાંભા, તા.30

ખાંભાના ડેડાણ ગામમાં 100 જેટલા અછબડાના દર્દીઓ સહિત શરદી, તાવ, સળેખમ, ઉધરસ સહિતના રોગચાળાના દર્દીઓની સારવાર માટેના રપ ગામ વચ્‍ચે આવેલા એક માત્ર ડેડાણ ગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડોકટર નિયમિતપણે અનિયમિત આવતા હોવાથી ખેતી અને મજૂરી ઉપરનભતા ગામજનોને પ્રાથમિક સારવાર ન મળવાથી નાછુટકે મોંઘા ભાવની સારવાર અને દવા લેવા ખાનગી હોસ્‍પિટલો, દવા વાળાઓનો સહારો લેવો પડે છે.

છેલ્‍લા ત્રણ દિવસથી ડેડાણ ગામે બી.એસ.એન.એલ.ની લેન્‍ડલાઈન અને મોબાઈલ સેવા બંધ હોવાથી ડેડાણ ગામ જાણે કે દેશ અને દુનિયાથી વિખૂટું પડી જતા ડેડાણ ગામના મોબાઈલ ધારકો નાછુટકે ખાનગી કંપનીઓના સીમકાર્ડ લેવા અને ખાનગી કંપનીમાં પોતાના બી.એસ.એન.એલ. કાર્ડ બદલવા મજબૂર બન્‍યા છે.

વરસોથી ડેડાણ ગામ શિયાળાના પ્રારંભથી પાણીની સમસ્‍યા ભોગવતું આવ્‍યું છે. ચાલુ સાલે પણ શિયાળાના પ્રારંભથી પાણીની સમસ્‍યા ભોગવતા ડેડાણના ગામજનો પંચાયતના સતાધીશોના પાપે અને અણઆવડતના કારણે ઉનાળાના પ્રારંભે પાણીની પારાવાર મુશ્‍કેલીનો સામનો કરતું હોય તેમ ખેડૂતોના બળદગાડા, ટ્રેકટરનો પાણી લાવવા અને જેને પોતાના વાહન નથી તેવા લોકો દરરોજ પ00 લીટરના રીક્ષાવાળાને રૂા. 1પ0 ચૂકવી પાણી મેળવે છે. ત્‍યારે ગરીબ અને મઘ્‍યમ વર્ગની ગૃહિણીઓ બબ્‍બે કિ.મી. દૂર વાડીઓમાં પાણી માટે ભટકતી હોય ડેડાણ ગામની કાયમી પાણી સમસ્‍યા દૂર કરવા સરકાર દ્વારા ઉકેલ લાવે તેમજ ડેડાણના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં નિયમિત પણે ડોકટર ફરજ બજાવે અને બી.એસ.એન.એલ. સેવા ચાલુ થાય તેવું ગામજનો ઈચ્‍છી રહયાછે.

error: Content is protected !!