Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

આંબરડીનો રત્‍ન કલાકાર યુવક સુરતમાંથી થયો ગુમ

શોધખોળ બાદ પરિવારજનોએ વરાછા પોલીસને જાણ કરી

સાવરકુંડલા, તા.30

અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના વતની અને હાલ સુરત રહેતા જયસુખભાઈ પ્રેમજીભાઈ રૈયાણીનો પુત્ર મિતુલ ઉર્ફે મુન્‍નો (ઉ.વ.ર8) ગઈ તા.ર7/3 ના રોજ સીતુનગર સોસાયટી, પુણા બોમ્‍બે માર્કેટ રોડ, વરાછા ખાતેથી પોતાના ઘરેથી ગુમ થનાર યુવકના કાકા ભનુભાઈ રૈયાણીએ આ અંગે વરાછા પોલીસ મંથકને જાણ કરાઈ છે.

છેલ્‍લા બે વર્ષથી પરિવાર સાથે સુરતમાં સ્‍થાઈ થઈ ડાયનો વ્‍યવસાય કરતા મુળ સાવરકુંડલાના આંબરડી ગામના વતની જયસુખભાઈ પ્રેમજીભાઈ રૈયાણીના બે પુત્રોમાં મોટો પુત્ર મિતુલ ઉર્ફે મુન્‍નો (ઉ.વ.ર8) હિરા ઘસવાનું કામ કરે છે. જે ગઈ તા.ર7/3 ના રોજ સવારે 10 વાગ્‍યાના અરસામાં સુરત સ્‍થિત પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વિના પહેરેલ કપડે નિકળી જતા પરિવારમાં દોડધામ મચી ગઈ છે. યુવકના મિત્રો અને સગા, સંબંધીઓમા બે દિવસ શોધખોળ કરી છતા કોઈ પતો નહિ લાગતા ગુમ યુવકના કાકા ભનુભાઈ રૈયાણીએ વરાછા પોલીસમાં ગુમ થયા અંગેની જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવામાં મળેલ યુવક અંગે કોઈને ભાળ મળેતો આ આપેલ નંબર 99981 પ1પ9 અને 94ર97 03833 પર જાણ કરવાઅનુરોધ કરાયો છે.

error: Content is protected !!