Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી ખાતે ‘મેં ભી ચોકીદાર’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી મતદારો સાથે સંવાદ કરશે

અમરેલી, તા.30

આગામી લોકસભા ચુંટણી માટે ભાજપ દ્રારા ભભમેં ભી ચોકીદારભભ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં ગરીબી, ભ્રષ્‍ટાચાર, ગંદગી,આંતકવાદ અને અન્‍ય સામાજીક દુષણો સામે લડવાવાળા તમામ લોકો ચોકીદાર છે.

પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્‍લા ભાજપ દ્રારા આજ રોજ અમરેલી ખાતે ભીડભંજન મહાદેવના મંદીર પાસે સાંજે પઃ00 કલાકે ભભમેં ભી ચોકીદારભભ અભિયાન કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આ કાર્યક્રમ થકી દેશનાં મતદારો સાથે વીડીયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી સંવાદ કરશે. આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર નારણભાઈ કાછડીયા, લોકસભા સીટના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, લોકસભા સીટના ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા તથા જિલ્‍લા ભાજપના તમામ હોદેદારો, મંડલના હોદેદારો, જિલ્‍લા તથા મંડલ મોરચાના હોદેદારો, જિલ્‍લા ભાજપના તમામ પૂર્વ હોદેદારો,  સહકારી આગેવાનો, સૌ કોઈ નાના મોટા કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કાર્યક્રમના ઈન્‍ચાર્જ બ્રિજેશ કુરૂન્‍દલે, સહ ઈન્‍ચાર્જરાજેશ કાબરીયા અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે.

error: Content is protected !!