Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે વધુ એક દિવસ ખાલી ગયો

છેલ્‍લાં 3 દિવસમાં 36 ઉમેદવારીપત્રો ઉપાડવામાં આવ્‍યા

અમરેલી, તા. 30

અમરેલી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો રજૂ કરવા અંગેનું સતાવાર જાહેરનામું ગુરૂવારે પ્રસિઘ્‍ધ થયા બાદ આજે શનિવાર સાંજ સુધીમાં હજુ એકપણ ઉમેદવારીપત્ર રજુ થવા પામેલ નથી. આગામી તા.4 સુધીમાં ઉમેદવારીપત્રો રજુ કરી શકાશે.

અમરેલી જિલ્‍લા ચૂંટણી શાખાનાં જણાવ્‍યા અનુસાર આજે ત્રીજા દિવસે 4 જેટલાં ઉમેદવારોએ વધુ 9 ફોર્મ ઉપાડયા છે. જેથી છેલ્‍લા ત્રણ દિવસમાં કુલ 1પ ઉમેદવારોએ 36 જેટલાં ઉમેદવારીપત્રો ઉપાડી લીધા છે.

error: Content is protected !!