Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

ખંભાળાનાં તબીબનાં ખાતામાંથી ફ્રોડ થયેલ રૂપિયા પરત આવી ગયા

અમરેલી, તા. 30

અમરેલી જીલ્‍લા પોલીસઅધિક્ષક નિર્લિપ્‍ત રાય જીલ્‍લામાં સાયબર ક્રાઈમના બનાવો બનતા અટકાવવા તથા આમ નાગરીકોએ પોતાના બેંક ખાતામાં જમા કરેલ મહેનત અને પરસેવાની કમાણી સાયબર અપરાધીઓ ર્ેારા ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપાડી લેવાના બનાવો બનતા અટકાવવા સાયબર સેલને આપેલ સૂચના આધારે. બાબરાનાં ખંભાળાના ડોકટર અક્ષય વાય. ટાંકના એસ.બી.આઈ. બેંક ખાતામાંથી ગઈ તા.17-18/03/ર019 ના રોજ .ચફશયોબ ખભતબ નામની વેબસાઈટ ર્ેારા રૂા.10049/- ની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે કાપી લીધેલ હોય, જે અંગે ડોકટરે સાયબર સેલ પીએસઆઈ એમ. એમ. પરમારને જાણ કરતા સાયબર સેલ ટીમ ર્ેારા આ બાબતે તાત્‍કાલીક જરૂરી તમામ ઘટતી કાર્યવાહી હાથ ધરી ડોકટરના એસ.બી.આઈ. બેંક ખાતામાંથી ઓનલાઈન ફ્રોડમાં ગયેલ તમામ રકમ રૂા.10049/- પરત અપાવેલ છે.

આમ ખુબજ ટુંકાગાળામાં સાયબર સેલ ટીમ ર્ેારા આમ નાગરીકોના બેંક ખાતામાંથી ઓનલાઈન ફ્રોડમાં ગયેલ એક લાખ ઉપરની માતબર રકમ પરત અપાવેલ છે.

error: Content is protected !!