Amreli Express

Daily News Papers

સમાચાર

જિલ્‍લા પંચાથતના બાંધકામ સમિતિનાં ચેરમેન ધાનાણી સહિત ર ને 7 વર્ષની સજા

આજથી ર4 વર્ષ પહેલાં નાગરિક બેન્‍કમાં ફરજ દરમિયાન ગેરરીતિ કરવા બદલ

જિલ્‍લા પંચાથતના બાંધકામ સમિતિનાં ચેરમેન ધાનાણી સહિત ર ને 7 વર્ષની સજા

કેરિયાનાગસ બેઠક પરથી વિજેતા થયેલ કોંગી અગ્રણીને સજા થતાં રાજકીય ગરમાવો

બેન્‍કનાં અન્‍ય એક કર્મચારી અબ્‍દુલભાઈ ચૌહાણને પણ 7 વર્ષની સજા કરવામાં આવી

અન્‍ય એક આરોપી વિજયભાઈ પારેખનું થોડા વર્ષો પહેલા જ મોત થયું હતું

દંડની રકમ ન ભરે તો સ્‍થાવર મિલ્‍કત જપ્‍ત કરવાનો પણ હુકમ કરવામાં આવ્‍યો

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લા પંચાયત બાંધકામ સમિતિનાં હાલનાં ચેરમેન અને સને 1994-9પમાં અમરેલી નાગરિક સહકારી બેન્‍કમાં એકાઉન્‍ટ કલાર્ક તરીકે ફરજ બજાવતાં શંભુભાઈ આંબાભાઈ ધાનાણી સહિત 3 ઈસમોએ અલગ અલગ કેસમાં વિશ્‍વાસઘાત, છેતરપીંડી કરતાં આ અંગેનો કેસ ચાલી જતાં આ બનાવમાં 1 આરોપીનું મૃત્‍યુ થતાં બાકી રહેલા બે આરોપીને અલગ અલગ કલમ નીચે કુલ 7-7 વર્ષની સજા અને રોકડ રકમનાં દંડની તથા ઉચાપત કરેલ રકમ વસુલ લેવા અને રકમ ન ભરે તો સ્‍થાવર જંગમ મિલ્‍કત સામે કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરેલ છે. આ બનાવનાં પગલે અમરેલી પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.

આ બનાવમાં અમરેલી નાગરિક સહકારી બેન્‍કમાં અગાઉ નોકરી કરતાં અબ્‍દુલભાઈ બહાદુરભાઈચૌહાણ, વિજય જયંતીભાઈ પારેખ તથા અમરેલી જિલ્‍લા પંચાયતની બાંધકામ સમિતિના હાલનાં ચેરમેન અને નાગરિક સહકારી બેન્‍કનાં પૂર્વ કર્મી શંભુભાઈ આંબાભાઈ ધાનાણીએ ગત તા. 13/1/9પનાં રોજ અમરેલી તાલુકાનાં ચાંપાથળ ગામે રહેતાં હંસરાજભાઈ ખીમજીભાઈ પટેલ પોતાના ખાતામાં રૂા. 1,61,પ00 ભર્યા હતા જે પૈસા ઉપરનાં ત્રણેય કર્મીઓએ સ્‍વીકાર લીધા હતા અને બેન્‍ક બુક તથા વાઉચરમાં સહી કરી આપેલ હતી. પરંતુ તે નાણા બેન્‍કમાં જમા કરાવવાના બદલે પોતાનો ઈરાદો પાર પાડવા ઉચાપત કરી ગયેલ હતા.

આ ઉપરાંત તા. 13/1/9પનાં રોજ આ ત્રણેય ઈસમોએ જગદીશભાઈ ભીમજીભાઈ પેથાણીનાં ખાતામાં જમા આવેલ રોકડ રકમ રૂા. 8300 જમાં નહી કરી તે રકમની પણ ઉચાપત કરી હતી.

જયારે ત્રીજા બનાવમાં પણ આરોપી અબ્‍દુલભાઈ બહાદુરભાઈ ચૌહાણે તથા વિજય જયંતિભાઈ પારેખે તા. 1/10/94નાં રોજ નાગરિક બેન્‍કનાં ગ્રાહક લાલજીભાઈ મુળજીભાઈએ પોતાના ખાતામાં રૂપિયા ર,7પ,000 જમા કરાવ્‍યા હતા તે રકમ પણ આ બે આરોપીઓએ ઉચાપત કરી હતી.

આ અંગેનો કેસ અત્રેના ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપી વિજયભાઈ જયંતિભાઈ પારેખનું મૃત્‍યુ થતાં તેમને એબેટેડ જાહેર કર્યા હતા. જયારે આરોપી અબ્‍દુલભાઈ બહાદુરભાઈ ચૌહાણને ત્રણેય બનાવમાં તકસીરવાનઠરાવી 7 વર્ષની સખત કેદ તથા રૂા. ર.90 લાખનાં દંડની સજાનો હુકમ કર્યો હતો. જયારે જિલ્‍લા પંચાયત બાંધકામ સમિતિનાં ચેરમેન શંભુભાઈ ધાનાણીને પણ 7 વર્ષની સખત કેદ અને રૂા. 1.પ0 લાખનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.

આ ઉપરાંત આરોપીઓએ ઉચાપત કરેલ રકમ વસુલ કરવા માટે આરોપીઓ રકમ ભરપાઈ ન કરે તો સ્‍થાવર તથા જંગમ મિલ્‍કત સામે કાયદેસર કાર્યવાહી કરવા પણ ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટએમ.એસ. પાંડેએ હુકમ કર્યો હતો.

error: Content is protected !!