Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં 4 વર્ષ પહેલા થયેલ હત્‍યા કેસમાં ર આરોપીને 10 વર્ષની સજાનો હુકમ

હત્‍યા કેસ એડિ. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં જજ બી.ડી. ગોસ્‍વામી ર્ેારા

અમરેલીમાં 4 વર્ષ પહેલા થયેલ હત્‍યા કેસમાં ર આરોપીને 10 વર્ષની સજાનો હુકમ

એક આરોપીને બે વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ

અમરેલી, તા. ર9

અમરેલીમાં રહેતાં અંજુમભાઈ હારૂનભાઈ મેતર તથા તેમનાં પિત્રાઈ ભાઈ ગત તા. ર8/3/1પ નાં રોજ બપોરે ઘાંચી જમાતખાનામાં જમીને આવતા હતા ત્‍યારે અગાઉનાં મનદુઃખનાં કારણે એજાજ ગફારભાઈ મેતર, સાજીદનુરમહમદભાઈ કચરા, રફીક ઉર્ફ બાલાભાઈ સુલેમાનભાઈ કચરા સહિત પ જેટલાં શખ્‍સોએ છરી જેવા હથીયાર વડે હુમલો કરી સોહીલ રજાકભાઈનું મોત નિપજાવી દેતાં આ બનાવ અંગે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવા પામેલ હતી.

આ અંગેનો કેસ અત્રેનાં 4થા એડી. સેસન્‍સ કોર્ટમાં ચાલી જતાં જજશ્રી બી. ડી. ગૌસ્‍વામીએ આરોપી એજાજ મેતરને 3ર4માં ર વર્ષની સજા અને રૂા. પ હજારનો દંડ ફટકાર્યો હતો.

જયારે આરોપી સાજીદ કચરાને 304(1)માં 10 વર્ષની કેદ અને રૂા. ર0 હજાર દંડ, 3ર4માં ર વર્ષની સજા પ હજાર દંડ તથા 13પમાં 3 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

જયારે રફીક ઉર્ફ લાલાભાઈ કચરાને 304(1)માં 10 વર્ષની કેદ અને રૂા. ર0 હજાર દંડ તથા 13પમાં 3 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

error: Content is protected !!