Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

આ શું ? દેશનાં રાજકીય પક્ષોનાં નેતાઓ   ‘સરાબ’ અને ‘નશા’ને લઈનેભાષણ કરે છે

દેશનાં કરોડો ગરીબ પરિવારોની ચિંતા કરવાનું ભૂલી જવાયું

આ શું ? દેશનાં રાજકીય પક્ષોનાં નેતાઓ   ‘સરાબ’ અને ‘નશા’ને લઈનેભાષણ કરે છે

ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસો ધરાવતાં દેશનાં નેતાઓમાં ગંભીરતાનો અભાવ

અમરેલી, તા.ર9

વિશ્‍વના સૌથી મોટા લોકશાહી શાસન ધરાવતા ભારત દેશમાં હાલ લોકસભાની ચૂંટણીની જાહેર સભાઓ યોજાઈ રહી છે. જેમાં દેશના કરોડો ગરીબ પરિવારોનાં પ્રશ્‍નોને વાચા આપવાને બદલે રાજકીય પક્ષોના આગેવાનો ભભશરાબભભ અને ભભનશાભભ જેવા શબ્‍દો ઉચ્‍ચારીને દેશની ભાવિ પેઢીને શું સંદેશ આપી રહયા છે તે સમજાતું નથી.

ર દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ મેરઠમાં યોજાયેલ જાહેર સભામાં વિપક્ષ એટલે કે સમાજવાદી પાર્ટી, રાષ્‍ટ્રીય લોકદળ અને બહુજન સમાજ પક્ષને ભભશરાબભભ કહીને સંબોધન કર્યું તો વિપક્ષોએ નરેન્‍દ્ર મોદી અને શાહ અમિત એટલે કે ભભનશાભભ શબ્‍દનો વળતો પ્રહાર કરીને માનસિકતા પ્રગટ કરતાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો દેશની જનતામાં પડયા છે.

error: Content is protected !!