Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે પણ એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયું : વધુ 6 ઉપડયા

આગામી લોકસભાની ચૂંટણી માટે

ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે પણ એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયું : વધુ 6 ઉપડયા

આગામી તા. 4 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

અમરેલી, તા.ર9

અમરેલી લોકસભાની ચૂંટણી માટે ગુરૂવારે વિધિવત ઉમેદવારી પત્રો ભરવા માટેનું જિલ્‍લા ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિઘ્‍ધ કર્યા બાદ આજે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે પણ એક પણ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરેલ નથી.

ઉમેદવારી પત્રો ઉપાડવામાં આજે 6 જેટલા લોકોએ 11 ફોર્મ ઉપાડયા હતા. ગઈકાલ અને આજના મળી કુલ 11 ઉમેદવારોએ કુલ ર7 ઉમેદવારી પત્રો ઉપાડયા છે.

error: Content is protected !!