Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત સ્‍વામીનારાયણનગરનાં રહેવાસીઓમાં નારાજગી

માર્ગો, પાણી, વીજળી, સાર્વજનિક પ્‍લોટનું નવિનીકરણ સહિતનાં પ્રશ્‍નો

અમરેલીમાં વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત સ્‍વામીનારાયણનગરનાં રહેવાસીઓમાં નારાજગી

સ્‍થાનિકોએ લોકસભાની ચૂંટણીનાં બહિષ્‍કારની ચીમકી આપી

અમરેલી, તા. ર9

અમરેલી શહેરનાં બ્રાહ્મણ સોસાયટી વિસ્‍તારમાં છેલ્‍લા ર0 વર્ષથી સ્‍વામીનારાયણ-1, બ્રાહ્મણ સોસાયટીમાં આવેલા મહાદેવ શેરીમાં રહીશો વસવાટ કરે છે. વર્ષોથી પાયાની સુવિધાઓ જેવી કે,રસ્‍તા, પાણી, લાઈટ, સાર્વજનીક પ્‍લોટનું નવિનીકરણ જેવી કોઈ સુવિધા મળવા પામેલ નથી. ખાબડ ખૂબડ રસ્‍તા, પીવાનું પાણી માત્ર મોટરથી જ ખેંચવાથી મળવા પામે છે, લો-વોલ્‍ટેજનો પ્રશ્‍ન કાયમી સતાવે છે. તેમજ સાર્વજનીક પ્‍લોટનું નવિનીકરણ કરી સ્‍વચ્‍છતા અભિયાનનાં ભાગરૂપે કાર્યવાહી કરવા જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત રહેવા છતા તમામ રહીશો ર્ેારા પાણીવેરો, મિલ્‍કતવેરો, લાઈટવેરો, નિયમિત રીતે ભરપાઈ કરવામાં આવે છે, ત્‍યારે ઉપરોકત સમસ્‍યાઓથી વર્ષોથી રહીશો પરેશાન હોય,વારંવારની લેખીત/ મૌખીક રજુઆતોથી પણ તંત્ર ર્ેારા ઘટતું નથતું હોય, મહાદેવ શેરીનાં રહીશો ર્ેારા આગામી લોકસભા સામન્‍ય ચૂંટણી-ર019નો સામુહીક બહિષ્‍કાર કરવા નિર્ણય કરેલ છે અને રહીશો પાસે મત માટે યાચના કરવા પણ ન આવવા અનુરોધસહ સુર પુરાવેલ છે.

error: Content is protected !!