Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

હાથસણીનાં માનવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા, તા.ર9

તાલુકા હેલ્‍થ આરોગ્‍યના ઉપક્રમે કલાર્કે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર જીરાના સ્‍ટાફ લેબ ટેક. જાદવભાઈ, એફ.એચ.ડબલ્‍યુ. તેમજ સંનિષ્ઠ આરોગ્‍ય કર્મચારી ઈલિયાસભાઈ રાઠોડની જહેમતથી ભકિતરામ બાપુના સંપૂર્ણ સહયોગથી માનવ મંદિરના કુલ 47 મનો વિકલાંગોની એચ.બી., એચ.આઈ.વી., ટી.બી., વજન જેવી તપાસણી કરવામાં આવેલ. જેમાં ટી.બી. વિભાગમાંથી વિજયભાઈ, દિનેશભાઈ તેમજ તાલુકા હેલ્‍થ સ્‍ટાફ વિજયભાઈ હાજર રહેલ.

error: Content is protected !!