Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લાનાં કરોડો રૂપિયાનાં કથિત કૌભાંડની તપાસ થશે ? : સુખડીયા

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

અમરેલી જિલ્‍લાનાં કરોડો રૂપિયાનાં કથિત કૌભાંડની તપાસ થશે ? : સુખડીયા

ધારી, બગસરા પંથકમાં ખેત તલાવડી બનાવવામાં મસમોટું કૌભાંડ થયાનો કર્યો છે આક્ષેપ

અમરેલી, તા. ર9

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા એક પછી એક કૌભાંડનો પર્દાફાશ કરતા હોય ભ્રષ્‍ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આજે તેઓએ જિલ્‍લામાં થયેલ કથિત ખેત તલાવડી અને રમકડા ખરીદી કૌભાંડનીતપાસ માટે હાઈકોર્ટમાં ખાસ અરજી દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લામાં વર્ષ ર016-17-18માં ધારી તાલુકાના ગઢિયા, કરમદડી, ચાવંડ, કાથરોટા, મિઠાપુર ડુંગરી, હિરાવા, દુધાળા, જળજીવડી તેમજ બગસરા તાલુકાના બાલાપુર ગામમાં જમીન વિકાસ નિગમ ઘ્‍વારા સીમતલાવડી, ખેત તલાવડી અને વોટર હાર્વેસ્‍ટનાં રૂા. 4,0ર,8પ, 433 ના વિવિધ કામોમાંથી થયેલ અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સબબની સરકારમાં તપાસના કામે ફરિયાદો છતાં કંઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાથી (1) ચિફ સેક્રેટરી ગુજરાત રાજય (ર) કલેકટર અમરેલી સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં મારા ઘ્‍વારા એસ.સી.એ. સ્‍પેશિયલ સિવિલ એપ્‍લીકેશન સોગંધનામા સાથે દાખલ કરી કોર્ટ પાસે તપાસ માટે ડાયરેકશન માંગવામાં આવેલ છે. તેમજ આવી જ રીતે અમરેલી જિલ્‍લાના રમતગમત વિભાગમાં સાંસદની ગ્રાન્‍ટ અને ડીસ્‍ટ્રીકટ મિનરલ ફાઉન્‍ડેશન ગ્રાન્‍ટમાંથી વર્ષે ર017/18/19માં રૂા. 13,48,9પ,6પ0ના અમરેલી જીલ્‍લાનાં નવ તાલુકા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોની આંગણવાડી, પ્રાથમિક શાળાઓ અને માઘ્‍યમિક શાળાઓમાં અંગ કસરતના સાધનોની થયેલ વગર ટેન્‍ડરની ખરીદી, બાબતની (1) રમત-ગમત સચિવ ગાંધીનગર, (ર) એસીબી નિયામક, (3) સ્‍ટેટ વિજીલન્‍સ, (4) જીલ્‍લા કલેકટર અમરેલીવગેરેને વખતો વખતની તપાસના કામે તપાસ કરવા માટે રજુઆતો કરવા છતાં ગંભીરતાને ઘ્‍યાને ન લેવાઈ અને રાષ્‍ટ્રીય નાણામાં ભ્રષ્‍ટાચારની તપાસ ન થતાં આ બાબતે પણ (1) સચિવ રમત-ગમત અને યુવા સાંસ્‍કૃતિ ગાંધીનગર (ર) કલેકટર અમરેલી (3) સ્‍ટેટ વિજીલન્‍સ સચિવ (4) ડાયરેકટર એન્‍ટી કન્‍સ્‍ટ્રકશન બ્‍યુરો અમદાવાદને પક્ષકાર જોડી આમાં પણ સ્‍પેશ્‍યલ સિવિલ એપ્‍લીકેશન એસસીએ સોગંધનામુ કરી હાઈકોર્ટમાં દાખલ કરી આ બંને ભ્રષ્‍ટાચાર સબબ અલગ-અલગ એસસીએ કરી ગુજરાત હાઈકોર્ટ પાસે ડાયરેકશન તપાસના કામે માંગવામાં આવે છે. તેમ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એક નિવેદનમાં           જણાવેલ છે.

error: Content is protected !!