Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલામાં રાંધણગેસની સબસીડી જમા કરાવવામાં ઠાગાઠૈયાથી રોષ

સાવરકુંડલા, તા.ર9

સાવરકુંડલામાં એક માત્ર રાંધણગેસ અને કોમર્શીયલ ગેસ પુરો પાડતી એજન્‍સી એરોગેસ એજન્‍સી દ્વારા સરકારના નકકી કરેલા ધારા-ધોરણ મુજબ રાંધણ ગેસની અમુક ટકા રકમ સબસીડી તરીકે જમા કરવાની થતી હોય જેની માહિતી એરોગેસ એજન્‍સી દ્વારા સરકારને દર માસના અંતમાં પુરી પાડવાની હોય છેલ્‍લા ઘણા માસથી આ વ્‍યવસ્‍થા કથળી છે અને ગરીબ લોકોને રાંધણ ગેસ નાછુટકે ઉંચી કિંમતે ખરીદીને સબસીડી માટે ગેસ એજન્‍સીના ધકકા પોતાની રોજી મુકીને જમા કેમ નથી થઈ તેની પૂછપરછ કરવા માટે જવું પડે છે. ત્‍યારે ત્‍યાંથી મૂળ એજન્‍સીના માલિક તો હાજર હોતા નથી અને અવાર નવાર શેઠ આવે ત્‍યારે આવજો તેવા ઉડાઉ જવાબ આપી ગરીબ ગેસ સિલિન્‍ડર ધારકો સાથે ક્રૂર મજાક કરવામાં આવે છે. હાલ સાવરકુંડલામાં માત્ર એક જગેસ એજન્‍સી ધારક હોય ને પોતાની મોનોપોલીના આધારે ઉપરોકત અધિકારી મામલતદારની શેહશરમ રાખ્‍યા વગર મનફાવે તેમ રાંધણ ગેસ ગ્રાહકો સાથે વર્તે છે. ત્‍યારે સબસીડી બાબતે ગત રોજ મામલતદારને પણ લેખિતમાં અરજી આપતા અમુક ગ્રાહકોની સબસીડી રાતો-રાત જમા કરવામાં આવી હતી. ત્‍યારે આવા નાના-મોટા કંઈક ગ્રાહકોની સબસીડીની મોટી રકમનું આવી એજન્‍સી દ્વારા શું કરવામાં આવે છે શા માટે પેન્‍ડીંગ રાખવામાં આવે છે. તેવા વેધક સવાલ ઉઠવા પામ્‍યા છે.

error: Content is protected !!