Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

બેરોજગાર યુવાનો અને હતાશ ખેડૂતો બાજી પલટાવી દેશે ?

છેલ્‍લા પાંચ વર્ષમાં એનડીએ સરકારની થયેલ કામગીરીની પરીક્ષામાં

બેરોજગાર યુવાનો અને હતાશ ખેડૂતો બાજી પલટાવી દેશે ?

એકાદ લાખ ખેડૂતો પણ પાણી, વીજળી, પોષણક્ષમ ભાવોને લઈને ચિંતામગ્ન જોવા મળી રહૃાાં છે

અમરેલી, તા. ર9

અમરેલી લોકસભા ચૂંટણીનાં મતદાનને હવે રપ દિવસ જેટલો સમય બાકી રહૃાો છે અને એનડીએ સરકારે છેલ્‍લા પાંચ વર્ષમાં કરેલ કામગીરીની પરીક્ષા આવી રહી હોય બેરોજગાર યુવાનો, હતાશ ખેડૂતો પરસૌની નજર મંડાયેલી છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા પાંચ વર્ષમાં એકપણ ઉદ્યોગનું આગમન થયું નથી. તો ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી, પાણી, પોષણક્ષમ ભાવો કે પાકવીમાની અપેક્ષિત રકમ મળી નથી. તેમજ એકાદ લાખ જેટલા શ્રમજીવીઓ, રત્‍ન કલાકારો અને નાના-મોટા વેપારીઓ પણ ધંધા વિહોણા બની ગયા છે.

તદઉપરાંત બ્રોડગેજ રેલ્‍વે, કેન્‍દ્રીય વિદ્યાલય કે લાંબા અંતરની પરિવહન સેવા કે રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પણ કાર્યરત થયા નથી માત્ર આશ્‍વાસન જ આપવામાં આવ્‍યું હોય સંસદીય મત વિસ્‍તારમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો હોય. નારાજગીનો માહોલ કયાં પક્ષને નુકશાન અને કયાં પક્ષને ફાયદો કરે છે તેનાં પર સૌની નજર મંડાયેલી છે.

error: Content is protected !!