Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

પાલિકાનાં પ્રાદેશિક કમિશનર આકરા પાણીએ : અમરેલી પાલિકાનાં વધુ રપ નગરસેવકોને નોટીસ

આરટીઆઈ એકટીવીસ્‍ટે હાઈકોર્ટમાં પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચાર અંગે ફરિયાદ કરતાં તપાસ કરવા હુકમ થયો

આગામી મંગળવારે રપ નગરસેવકોને ખુલાશો કરવા નોટીસ પાઠવાતાં ભારે ચકચાર

અમરેલી, તા. ર8

અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્‍યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્‍વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પાલિકા કમિશનરે શરૂઆતમાં તત્‍કાલીન પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાને નોટીસ પાઠવીને ખુલાશો પુછયા બાદ બાકીનાં રપ નગરસેવકોએ પણ ઠરાવમાં મંજુરી આપી હોવાનું બહાર આવતાં કમિશનરે વર્તમાન પ્રમુખ જયંતીભાઈ રાણવા, તત્‍કાલીન પ્રમુખ નટુભાઈ સોજીત્રા સહિત રપ નગરસેવકોને આગામી મંગળવારે ખુલાશો કરવા તાકીદ કરતાં શહેરનાં રાજકારણમાં હઠકંપ મચી ગયો છે.

error: Content is protected !!