Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

રામપર ગામે ખેડૂતનાં મકાનમાંથી તસ્‍કરો દ્વારા રૂા. ર3 હજારનાં મુદ્યામાલની ચોરી

રોકડ રકમ રૂા. 17 હજાર તથા ચાંદીનાં છડા રૂા. 6 હજારની ચોરી

અમરેલી, તા.ર8

લાઠી તાલુકાના રામપર ગામે રહેતા અને ખેતીકામ કરતા હિંમતભાઈ દામજીભાઈ પડસાલા નામના પ1 વર્ષીય ખેડૂતનારહેણાંક મકાનમાં ગત તા.ર6ના રોજ રાત્રીના સમયે કોઈ બે અજાણ્‍યા તસ્‍કરોએ મકાનની દિવાલ કૂદી રૂમના બારણાનો નકૂચો તોડી, રૂમમાં રાખેલ કબાટનો લોક તોડી તેમાં રાખેલ રોકડ રકમ રૂા. 17 હજાર તથા ચાંદીના છડા જોડી નંગ-3 કિંમત રૂા. 6 હજાર મળી કુલ રૂા.ર3 હજારના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!