Amreli Express

Daily News Papers

સમાચાર

ભૂકંપ : સાવરકુંડલાનાં કોંગી અગ્રણી દિપક માલાણીએ કેસરીયા કર્યા

માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ ભાજપનાં સંમેલનમાં ભાજપમાં જોડાયા

ભૂકંપ : સાવરકુંડલાનાં કોંગી અગ્રણી દિપક માલાણીએ કેસરીયા કર્યા

કેન્‍દ્રીય મંત્રી માંડવીયા, પૂર્વ કૃષિમંત્રી સંઘાણીની ઉપસ્‍થિતિમાં અનેક કોંગીજનોએ કેસરીયા કર્યા

જિલ્‍લા પંચાયતનાં ર સદસ્‍યોએ પણ ભાજપમાં પ્રવેશ કરતા ખળભળાટ

સાવરકુંડલા, તા.ર8

અહીંના માર્કેટયાર્ડમાં ભાજપના સ્‍નેહ મિલનમાં ભાજપના દિગ્‍ગજ આગેવાનોની હાજરીમાં દિપકભાઈ માલાણીએ ભાજપમાં વિધિસર પ્રવેશ કરતા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસમાં મોટો ભૂકંપ        સર્જાયો છે.

સાવરકુંડલા ખાતે આજરોજ માર્કેટયાર્ડ ખાતે ભાજપનું સ્‍નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં કોંગ્રેસ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દિપકભાઈ માલાણી જિલ્‍લા પંચાયતના સભ્‍ય લાલભાઈ મોર સહિતના સેંકડોકોંગ્રેસી આગેવાનો કેસરીયો ખેસ ધારણ કરતા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો.

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રી જયંતિભાઈ કવાડીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, શરદભાઈ લાખાણી, ડો. કાનાબાર, ઘનશ્‍યામભાઈ ડોબરીયા વગેરે ભાજપના દિગ્‍ગજ આગેવાનોની હાજરીમાં દિપકભાઈ માલાણીએ કેસરીયો ભગવો ધારણ કરી વિધિસર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

error: Content is protected !!