Amreli Express

Daily News Papers

સમાચાર

દામનગરમાં સિનિયર સિટીઝન ટ્રસ્‍ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેરના સિનિયર સિટીઝન ટ્રસ્‍ટ આયોજિત નેત્રયજ્ઞ શકિતપીઠ ગાયત્રી મંદિર ખાતે યોજાયો. દામનગર શહેરની સંપૂર્ણ વૃઘ્‍ધોની ટીમની સુંદર સેવા દર માસે નેત્રયજ્ઞનું આયોજન કરતી સિનિયર સિટીઝન ટ્રસ્‍ટની દર્દી નારાયણો માટે આશિર્વાદ રૂપ સેવા રાજકોટની રણછોડદાસ બાપુ ટ્રસ્‍ટની હોસ્‍પિટલના નિષ્‍ણાંત તબીબીની સેવાથી આંખને લગતા તમામ રોગની તપાસ સારવાર સંપૂર્ણ મફત અને ચશ્‍માના નંબર ચેક કરી આપવામાં આવેલ. દામનગર શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી દર્દી નારાયણનો અવિરત પ્રવાહ સવારથી જ દામનગર ગાયત્રી મંદિર ખાતે આવીરહયો હતો. ખૂબ મોટી સંખ્‍યામાં નેત્રમણી આરોપણ માટે મોતિયાના દર્દી નારાયણોને રાજકોટથી રણછોડદાસ બાપુ ટ્રસ્‍ટની હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. દામનગર શહેરી તેમજ ચાલીસથી વધુ ગ્રામ્‍ય વિસ્‍તારોના દર્દીઓની વિશાળ ઓપીડીમાં આંખને લગતા તમામ દર્દની તપાસ સારવાર સંપૂર્ણ મફત કરાઈ હતી.

error: Content is protected !!