Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આઈએમએની બેઠકમાં સોનોગ્રાફીનાં નવા નિયમોની ચર્ચા થઈ

કલેકટરને વિસ્‍તૃત રજૂઆત કરવાના ઘ્‍યેયથી

અમરેલીમાં આઈએમએની બેઠકમાં સોનોગ્રાફીનાં નવા નિયમોની ચર્ચા થઈ

સોનોગ્રાફી સેન્‍ટરમાં સીસીટીવી કેમેરા ફરજિયાત

અમરેલી, તા.ર8, તાજેતરમાં ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશનની એક મિટીંગ સોનોગ્રાફીના નવા નિયમોની ચર્ચા કરવા માટે મળી ગઈ. આ બેઠકમાં સોનોગ્રાફીમાં નવા નિયમોનો ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી અને આ નિયમોમાં ડોકટરોને પડતી તકલીફો અને તેના નિવારણ માટેની તલસ્‍પર્શી ચર્ચા કરવામાં આવી. તાજેતરમાં જિલ્‍લા કલેકટર કે જેઓ સોનોગ્રાફીની કમિટીના ચેરમેન પણ હોય છે તેના દ્વારા સીસીટીવી ફુટેજનું રેકોર્ડીંગ દોઢ માટે સાચવવું અને તે દર દોઢ મહિને આરોગ્‍ય વિભાગમાં ફરજિયાત જમા કરાવવું એવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ નિયમની ખૂબ જ ચર્ચા કરવામાં આવી અને આ નિયમથી પડતી મુશ્‍કેલીઓ માટે જિલ્‍લા કલેકટરનું ઘ્‍યાન દોરવું અને આ બાબતે તેમને એક આવેદનપત્ર આપવું એવું નકકી કરવામાંઆવ્‍યું.

error: Content is protected !!