Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ઉમેદવારીપત્રક ઉપાડતાં નવા-જૂનીનાં એંધાણ

આગામી દિવસોમાં ઠેર-ઠેર ભ્રષ્‍ટાચારની કથા થવાની શકયતા

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ઉમેદવારીપત્રક ઉપાડતાં નવા-જૂનીનાં એંધાણ

ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો પર આકરા પ્રહારો કરશે

અમરેલી, તા. ર8

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ લોકસભાનાં ચુંટણી જંગમાં ઉતરવાનું નક્કી કરીને આજે ઉમેદવારી પત્રક પણ ઉપાડતાં ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારને ભ્રષ્‍ટાચારની કથા અને વ્‍યથાનો સામનો કરવો પડે તો નવાઈ પામવા જેવુ નહીં રહે.

આજથી 7 વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભ્રષ્‍ટાચારની કથા કરીને નામનાં મેળવનાર સુખડીયાએ આગામી દિવસોમાં ભાજપનાં ઉમેદવાર વિરૂઘ્‍ધ ભ્રષ્‍ટાચારની કથા કરવા માટે જ ઉમેદવારી કરવાનાં હોવાનું બહાર આવતાં જિલ્‍લાની જનતાને ભાજપ- કોંગ્રેસનાં ઉમેદવારની કરની-કથની અંગે જાણવા મળશે તેવુ લાગી રહૃાુંછે.

error: Content is protected !!