Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

આલે લે : સાવરકુંડલામાં આઈપીએલ મેચ પર સટ્ટા બજારમાં દોડધામ

આશાસ્‍પદ યુવકોને બચાવી લેવાની જરૂર

આલે લે : સાવરકુંડલામાં આઈપીએલ મેચ પર સટ્ટા બજારમાં દોડધામ

પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી જરૂરી

સાવરકુંડલા, તા.ર8

સાવરકુંડલામાં છેલ્‍લા ઘણા સમયથી સટ્ટા બજાર તો ચાલે જ છે. પરંતુ હાલ ક્રિકેટમાં (આઈ.પી.એલ.)ની સિઝન ચાલતી હોઈ સાવરકુંડલાના સટ્ટા બજાર પુર જોશમાં ચાલતું હોઈ તેવી રીતે નાના-નાના સટ્ટોડિયાઓથી માંડીને મોટા વેપારીઓ પણ હાલ મંદિનો માહોલમાં નવરાસની પળોમાં ક્રિકેટના સટ્ટામાં દાવ અજમાવવાનું ચુકતા નથી. જયારે પોલીસ દ્વારા નાના-નાના ગંજીપાનાનાં જુગાર રમતા લોકોને પકડી માત્ર કાગળ પર કામગીરી દર્શાવી સંતોષ માનવામાં આવે છે. તેવા સમયે શું આવા મોટા સટ્ટાબાજો સામે આંખઆડા કાન કરવામાં કેમ આવે છે. તેવા પ્રશ્‍નો ઉભા થયા છે. તેવા સમયે હાલ ચુંટણીનો માહોલ હોઈ ત્‍યારે નાની ઉંમરનાં કમાવાનો ધંધો સમજી જંપલાવી તેનું અને તેના પરીવારને ઈનામો નાખતા અચકાતા નથી. તેવા સમયે આ સટ્ટા બજાર સામે યોગ્‍ય સમયે યોગ્‍ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ભાવી પેઢીને ગેરમાર્ગે દોરાતી અટકાવવી મુશ્‍કેલ બની રહેશે. ત્‍યારે દેણામાં આવતી યુવા પેઢી આત્‍મહત્‍યા તેમજ અન્‍ય માર્ગો અપનવી પોતાનું જીવન ટુંકાવી તેનું અને તેના પરીવારનું અહિત કરાવી શકેછે. તેવા સમયે ખાતા દ્વારા તાત્‍કાલીક ધોરણે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

error: Content is protected !!