Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પરેશ ધાનાણીના નામની જાહેરાત નહી થાય તો ભડકો ?

કોંગી હાઈકમાન્‍ડ જરા પણ ભુલ કરશે તો બેઠક ગઈ તે નક્કી

અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પરેશ ધાનાણીના નામની જાહેરાત નહી થાય તો ભડકો ?

હજારો કાર્યકર્તાઓ તેમજ સેંકડો આગેવાનો રાજીનામું ધરી દેવાના મિજાજમાં

અમરેલી, તા.ર7

અમરેલી લોકસભાની ચુંટણીના ઉમેદવારની કલાકોમાં જ નવી દિલ્‍હીથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી હોય સમગ્ર સંસદીય મત વિસ્‍તારનાં કોંગી કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્તેજના જોવા       મળીરહી છે.

અમરેલી બેઠક માટે પરેશ ધાનાણીની માંગ ઉભી થઈ રહી છે. જો હાઈકમાન્‍ડ અન્‍ય કોઈ નામની પસંદગી કરશે તો જિલ્‍લાનાં હજારો કાર્યકર્તાઓ અને સેંકડો આગેવાનો કોંગ્રેસપક્ષમાંથી રાજીનામું ધરી દેવા તૈયાર થયા હોવાનું અને અમરેલી બેઠક પરથી કોંગ્રેસપક્ષે હાથ ધોઈ નાખવા પડે તો નવાઈ પામવા જેવું નહી રહે. જો અમરેલી બેઠક કોંગ્રેસ પક્ષ ગુમાવશે તો વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રાજકીય કારકીર્દી પર ખતરો ઉભો થવાની શકયતાઓ નિષ્‍પક્ષ રાજકીય નિરીક્ષકો જોઈ રહયા છે.

error: Content is protected !!