Amreli Express

Daily News Papers

સમાચાર

ધાતરવડી સિંચાઈ યોજનાનું પાણી છોડવા રજુઆત

ધારાસભ્‍યની આગેવાનીમાં ખેડૂતો ડેમ સાઈટ એકઠા થયા

ધાતરવડી સિંચાઈ યોજનાનું પાણી છોડવા રજુઆત

13 ગામોનાં ખેડૂતોએ સવિનય કાનૂનભંગની ચીમકી આપતાં ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવાયો

અચ્‍છે દિનની ગુલબાંગો વચ્‍ચે ખેડૂતો પાણી માટે ટળવળી રહૃાા હોય મામલો ગંભીર

અમરેલી, તા. ર7

રાજુલા નજીક ધારેશ્‍વર પાસે આવેલ ધાતરવડી -1 ડેમની સિંચાઈ યોજના હેઠળ આવેલા 13 ગામનાં ખેડૂતો દ્વારા 8 પાણના પૈસા ભરેલ હોવા છતાં 3 પાણ જ હજુ સુધી છોડવામાં આવેલ છે. અને હાલમાં ડેમમાં 1રપ ોહાત પાણી  છે. જેમાં 70 ોહાત પાણી રીર્ઝવ રાખવાનું છે. ત્‍યારે બાકીનું પપ ોહાત પાણી ખેડૂતોને એક પાણ માટે છોડવાની માંગણી કરેલ હતી. જે અંગેની લેખિત મૌખિક રજુઆતો પણ કરેલ હતી. અને આજ બપોર સુધીમાં પાણી છોડવાની માંગ કરેલ હતી. અને જો બપોર સુધીમાં પાણી નહી છોડવામાં આવે તો આ સિંચાઈ યોજના હેઠળના 13 ગામના ખેડૂતો જાતે જ પાણી છોડીને સવિનય કાનૂન ભંગ કરશે. અને આ 13 ગામના ખેડૂતોની સાથે અંબરીશભાઈ ડેર ધારાસભ્‍ય પણ આગેવાની લઈને સવિનય કાનૂન ભંગ કરશે. આ ચીમકીના અનુસંધાને સરકાર અનેઈરીગેશન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા ખેડૂતો દ્વારા પોતાના જીવથી પણ વધારે વહાલો પાક બચાવવા મટે 13 ગામના ખેડૂતો દ્વારા બપોર બાદ ખેડૂતો દ્વારા બસ સ્‍ટેન્‍ડ પાસે વાહનો રોકીને ચકકા જામ કરીને નાયબ કલેકટરને રજુઆત કરેલ બાદમાં સૌ ખેડૂતો ડેમ સાઈટ પર એકઠા થયા હતા. અને આ તમામ ખેડૂતો સાથે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર પણ સામેલ થયેલ ત્‍યાર આ બનાવ સંબંધે અગાઉથી જ ડીવાય. એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયેલ અને ખેડૂતોને સમજાવટ પુર્વક આ ડેમમાંથી દરવાજા ખોલીને પાણી નહી છોડવા જણાવવામાં આવેલ હતું. ત્‍યાં  ખેડૂતો દ્વારા પોતાના પાકને બચાવવા ગમે તે કરવા જણાવતા અંતે મથક. ચૌધરી દ્વારા ધારાસભ્‍ય અને ખેડૂતોને સમજાવતા અને ઈરેગેશન વિભાગ અને જવાબદાર અધિકારીઓ દ્વારા જે આઠ પાણના પૈસા લઈ લીધા હોય તેની સામે  ાયચ કરવામાં આવે તથા 1રપ ોહાત માંથી 70 ોહાત પાણી રીઝર્વ રાખીને કક ોહાત પાણી છોડવાની માંગ થઈ હતી. જે. અંગે મથક. દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરીને દિન-4માં આ અંગેનો યોગ્‍ય નિર્ણય કરવામાં આવશે. તેવી ખાત્રી આપતા ખેડૂતો દ્વારા આ અંગે 4 દિવસ રાહ જોવાનું અને જે લોકો કસુરવાર છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ તુરત આ આંદોલન ચારદિવસ માટે સ્‍થગિત કરવામાં આવેલ છે. અને બાદમાં ધારાસભ્‍ય દ્વારા ઈરીગેશન વિભાગનો પણ સંપર્ક સાધેલ પરંતુ તેના દ્વારા સરકારમાંથી કહેવામાં આવશે તો જ પાણી છોડવામાં આવશે આમ, જો ચાર દિવસ બાદ પણ પાણી નહીં છોડવામાં આવે તો, ખેડૂતોની માંગ મુજબ 8 પાણના પૈસા લેતા અધિકારીઓ સામે કાયદેસરની ાયચ સહિતની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવુ ન બને.

error: Content is protected !!